નિરામય ગુજરાત” અભિયાન અંતર્ગત મફત હેલ્થ ચેકઅપ…

0
10


*** ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત બનાસ મેડિકલ કોલેજ અને સિવીલ હોસ્પીટલ પાલનપુરના ઉપક્રમે નિ:શુલ્ક સ્ક્રીનીંગનુ કરવામા આવ્યુ આયોજન…
*** 250 થી વધુ લોકોનુ કરાયુ નિ:શુલ્ક ચેકઅપ..

                      ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પીટલ પાલનપુર ખાતે  નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે ફરજ બજાવતા તબીબી સ્ટાફ, વિવિધ અધીકારીઓ, કર્મચારીઓ, પેરામેડીકલ સ્ટાફ, સિક્યુરીટી સ્ટાફ સહીત કુલ 250થી વધુ લોકોનુ હેલ્થ ચેકઅપ હાથ ધરવામા આવ્યુ હતુ.જેમાથી કુલ 30 લોકોને અલગ અલગ બિમારીઓ અંતર્ગત જનરલ હોસ્પિટલના વિવિધ તબીબો પાસે મોકલીને તેમની સારવાર હાથ ધરવામા આવી હતી... આ સાથે અહી દરેક લાભાર્થીને નિરામય કાર્ડ તથા દરેક કર્મચારીનુ યુનિક હેલ્થ આઈડી કાર્ડ પણ બનાવવામા આવ્યુ હતુ. ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પહેલથી નિરામય ગુજરાત અંતર્ગત આજે જનરલ હોસ્પીટલ પાલનપુર ખાતે લોહીનુ ઉંચુ દબાણ, મધુપ્રમેહ, મોંઢા, સ્તન, ગર્ભાશયના મુખનુ કેન્સર, કિડનીની બિમારી, પાંડુરોગ, કેલ્શિયમની ઉણપ સહીતની વિવિધ આઠ બિમારીઓનુ ચેકઅપ કરીને મફત નિદાન કરવામા આવ્યુ હતુ..
                        તો આ કેમ્પ દરમિયાન બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ શ્રી પી.જે.ચૌધરીએ પણ પોતાનુ હેલ્થ ચેકઅપ કરાવ્યુ હતુ તથા તેમણે નિરામય ગુજરાત અભિયાનના ભાગરુપે પોતાનુ યુનિક હેલ્થ આઈડી કાર્ડ બનાવીને વિવિધ કર્મચારીઓને ચેકઅપ કરાવવા પ્રોત્સાહીત કર્યા હતા. આ સાથે તેમણે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની આ પહેલ “નિરામય ગુજરાતને” બિરદાવી હતી તથા જણાવ્યુ હતુ કે સ્ક્રિનિંગ અને સમયસર સારવારથી સ્વસ્થ ગુજરાતનું નિર્માણ થશે તથા વધુમા વધુ લોકોને આ યોજનાનો લાભ લેવા જણાવ્યુ હતુ..  અત્રે યોજાયેલ કેમ્પમા મેડિક્લ સુપ્રીટેન્ડેન્ટ સહીત વિવિધ અધીકારીગણોએ પોતાનુ હેલ્થ ચેકઅપ કરાવ્યુ હતુ....

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here