નાનીકડીના જકાતનાકા પાસે ડમ્ફર ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતાં ડમ્ફર દવાખાનામાં ઘૂસ્યું, બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો

0
4

નાનીકડીના જકાતનાકા પાસે ડમ્ફર ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતાં ડમ્ફર દવાખાનામાં ઘૂસ્યું, બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો

કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલા જકાતનાકા પાસે એક ડમ્ફર ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતાં ડમ્ફર દવાખાનામાં ઘૂસી ગયું હતું. જ્યાં ડમ્ફરનો અકસ્માત થતાં અફડા તડફી મચી ગઈ હતી. ડમ્ફર ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં કડી પોલીસ દોડી આવી હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલા જકાતનાકા પાસે એક દવાખાનામાં અચાનક જ ડમ્ફર ઘૂસી જતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. કડી તરફથી માટી ભરેલ આવી રહેલ ડમ્પર કલ્યાણપુરા તરફ જઈ રહ્યું હતું. જ્યાં રસ્તામાં આવતા નાની કડી જકાતનાકા વિસ્તારમાં અચાનક જ ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ડમ્ફર દવાખાનામાં ઘૂસી ગયું હતું. જ્યાં પડે એક બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

કડી તરફથી માટી ભરીને આવી રહેલ ડમ્ફર નંબર GJ 18 AU 8022 માટી ભરીને કલ્યાણપુરા તરફ જઈ રહ્યું હતું. જે દરમિયાન રસ્તામાં આવતા નાની કડી વિસ્તારના જકાતનાકા પાસે પહોંચતા ડમ્પર ચાલક ભરતે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ડમ્પર ડોક્ટર દિલીપ લોઘણેજાના દવાખાનામાં ઘૂસી ગયું હતું. સદનસીબે રાત્રી દરમિયાન દવાખાનું બંધ હોવાથી મોટી જાનહાની ચડી હતી. તેમજ આ વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં લોકો રાત્રિ દરમિયાન જમી પરવારીને આટો મારવા નીકળતા હોય છે. તેમજ રાત્રિ દરમિયાન આ વિસ્તારની અંદર લોકોની અવરજવર પણ થતી હોય છે. તેમ છતાં રાત્રિ દરમિયાન આ રોડ ઉપરથી માટી ભરીને ડમ્પર ચાલકો ફૂલ ઝડપે જતા અનેકવાર નજરે પડતા હોય છે, પરંતુ પોલીસ અને તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો. તેમજ દવાખાનાની આગળ પડેલ બાઈક નંબર GJ 1 MF 9783ને ટક્કર મારી ડમ્પર દવાખાનામાં ઘૂસી ગયું હતું .જેથી બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ડમ્ફર ફુલ ઝડપે દવાખાનામાં ઘૂસી જતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here