નવ વર્ધિત પેન્શન યોજના દૂર કરવા માટે દે. બારીઆ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ દ્વારા ધારાસભ્ય શ્રી બચુભાઇ ખાબડને આવેદનપત્ર આપવામાં આવ્યું.

0
11

રાજ્યમાં ફરજ બજાવતા પ્રા.શિક્ષકોને વર્તમાન સમયમાં બે પેન્શન યોજનાઓ અમલી છે. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા નિમણૂક પામેલ કર્મચારીઓને જૂની પેન્શન યોજના તેમજ ત્યાર પછી નવી નિમણુંક પામેલ કર્મચારીઓ ને નવ વર્ધિત પેન્શન યોજના લાગુ પાડવામાં આવેલ છે. જે પૈકી નવ વર્ધિત પેન્શન યોજના કર્મચારીઓને નુકશાનકર્તા છે, જ્યારે જૂની પેન્શન યોજના લાભ કર્તા છે. જેથી રાજ્યમાં નવવર્ધિત પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવેલ તમામ કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના માર્ગદર્શન હેઠળ આજરોજ તા.૧૯/૦૯/૨૦૨૧ ના રોજ સમગ્ર રાજ્યમાં તમામ વિસ્તારના ધારાસભ્યોને નવી પેન્શન યોજના રદ કરવા અને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યાં. જે અંતર્ગત આજરોજ ૧૩૪, દે.બારીઆ વિધાનસભા મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રીમાન બચુભાઇ ખાબડ સાહેબને દે.બારીઆ તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપી શિક્ષક સમાજની લાગણી અને માંગણી સરકાર સુધી પહોચાડવા રજૂઆત કરવામાં આવી. આ તબક્કે તાલુકા ઘટક સંઘ ના સૌ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા તે બદલ પ્રમુખશ્રી બુધાભાઈ પરમાર અને મહામંત્રી રમેશભાઈ રાઠવા દ્વારા તમામ નો હાર્દિક આભાર માન્યો અને આજ નું આપણું આ યોગદાન અવશ્ય ફળીભૂત થશે એવી આશા વ્યક્ત કરી હતી.રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ.. દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here