નવા વર્ષમાં પ્રકૃતિ સાથે મિત્રતાનો સંકલ્પ. મોડાસામાં 27 માં તરુ રોપણનું આયોજન

0
9

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
નવા વર્ષમાં સામાન્યતઃ લોકો નવા સંકલ્પ લે છે. કોઈના માટે સ્વાસ્થ્ય કેન્દ્રમાં હોય છે. તો કોઈના માટે પરિવાર તો કોઈ માટે મનોરંજન પરંતુ મોડાસાના યુવાનોમાં વર્ષ 2022 ના આગમન નિમિત્તે હરિત મોડાસાના સંકલ્પ સાથે 27 મોં પ્રાણવાન સન્ડે મનાવવાનો સંકલ્પ કર્યો. આ માટે ગાયત્રી પરિવાર યૂથ ગ્રૂપ, મોડાસાના યુવાનો ઠેઠ 1026 કિલોમીટર દૂર હરિદ્વારથી હરિના વૃક્ષનું પૂજન કરી મોડાસા લાવ્યા હતા. જેનો તરુ રોપણ કાર્યક્રમ, મોડાસા નગર પાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસારના વરદ હસ્તે માલપુર રોડ ખાતે આવેલ ગાયત્રી સંસ્કાર ધામમાં થયો હતો.આ પ્રસંગે જલ્પાબેન દ્વારા તરુ રોપણ કાર્યક્રમની પ્રસંશા કરી હતી. તેઓએ આ આંદોલનમાં સહયોગની બાહેધરી આપી હતી.

   gpyg ના પર્યાવરણીય પ્રાણવાન રવિવારને ગાયત્રી પરિવાર પ્રમુખે પ્રસાદ રૂપે આ  તરુ પ્રસાદ હરિદ્વાર થી પાઠવેલ હતું. વૃક્ષ ગંગા અભિયાન હેઠળ મોડાસાના 15 જેટલા યુવાનોએ સતત 26 રવિવાર થી નિરંતર પ્રાણવાન રવિવાર આંદોલન મોડાસા તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ચલાવે છે.  
   મોડાસાના આ યુવાનો દ્વારા ચાલતા આંદોલનનું 51 મા પ્રાણવાન રવિવાર જૂન 2022 માં હરિદ્વારના ગંગાના તટ પર 51 વૃક્ષોના વાવેતર સાથે થશે .
  આ પ્રસંગે યુવા ટીમના સદસ્યો, ગાયત્રી પરિવારજનો તેમજ મોડાસા ના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here