પાટણ ફોટોગ્રાફર એસોસીએશન નાં તમામ પૂર્વ પ્રમુખોને સન્માનિત કરવામાં આવ્યા..
પાટણ તા.૭
પાટણ ફોટોગ્રાફર એસોસીએશન દ્વારા નવલી નવરાત્રી નાં પાવન પવૅને વધાવવા અને જગત જનની માં જગદંબાને નવરાત્રી નાં પાવન પવૅ પ્રસંગે આમંત્રિત કરવાનાં ઉદ્દેશ સાથે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે તાજેતરમાં એસોસિએશન ની બેઠક સાથે માં અંબા નાં દશૅન નું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ ફોટોગ્રાફર એસોસીએશન દ્વારા આ પવિત્ર આયોજન પ્રસંગે એસોસિએશન નાં તમામ પૂર્વ પ્રમુખોને અભિવાદન સાથે માં અંબાના આશિવૉદ પાઠવવામાં આવ્યા હતા તો નવરાત્રી નાં પાવન પર્વ પ્રસંગે જગત જનની માં જગદંબા સમગ્ર વિશ્વ નું કલ્યાણ કરે અને કોરોના ની મહામારી નાબુદ થાય તેવી માંના ચરણોમાં શિશ નમાવી પ્રાથૅના કરવામાં આવી હતી.
નવરાત્રી નાં પાવન પર્વ ને અનુલક્ષીને જગત જનની માં જગદંબાને આમંત્રિત કરવાનાં અને માંના આશિર્વાદ મેળવવા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પાટણ ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા એસોસિએશન નાં પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ, મંત્રી કિર્તીભાઈ મોદી, ખજાનચી હિમાંશુભાઈ પ્રજાપતિ, સહમંત્રી અંકુરભાઇ પટેલ સહિત કારોબારી સદસ્ય હિતેશભાઈ પટેલ (બાબો), જતીનભાઈ પ્રજાપતિ,હિતેશભાઈ પટેલ , પિયુષભાઈ પટેલ, સંજયભાઈ રાવત સહિત નાં તમામ સભ્યોએ જહેમત ઉઠાવી આ ધાર્મિક પ્રવાસને યાદગાર બનાવ્યો હતો.