નવરાત્રી નાં પ્રારંભ પ્રસંગે નગરદેવી કાલીકા માતાજી ને નયનરમ્ય ફુલોની આંગી કરવામાં આવી..

0
3

છીડીયા દરવાજા પાસે નાં અંબાજી મંદિર ખાતે પણ ભક્તિ મય માહોલમા નવરાત્રી પવૅનો પ્રારંભ કરવામાં આવ્યો..

પાટણ તા.૭
ઐતિહાસિક પાટણ નગરના પ્રાચીન નગરદેવી શ્રી કાલીકા માતાના મંદિરમાં આદ્યશકિતના મહાપર્વ નવરાત્રીનો ધર્મમય માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.
૧૧ મી સદીમાં સોલંકી વંશના રાજા સિધ્ધરાજ જયસિંહના સમયમાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. જયાં કિલ્લા માંથી માતાજીનું સ્વયંભુ સ્વરુપ પ્રગટ થયુ હતું તેથી જ શ્રધ્ધાળુઓ માટે કાલીકા માતાનું સ્થાનક પૂજનીય માનવામાં આવે છે . પ્રાચીન નગરદેવીના સ્થાનકે ચૈત્રી અને શારદીય નવરાત્રીમાં માઁ કાલીકાને અમૂલ્ય સાજ શણગાર કરવામાં આવે છે . આજે આસો સુદ એકમથી નવરાત્રીનો શુભારંભ થયો છે . નવરાત્રી પર્વનિમિત્તે કાલીકા મૈયાને વિવિધ પ્રકારના ફૂલોથી શણગારી નયનરમ્ય આંગી કરાઈ હતી. તેમજ માતાજીને હીરાજડીત અમૂલ્ય આભુષણોથી શણગારી તેમના મનોરથ નાં દર્શન ભકતો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા .
આ ઉપરાંત ભદ્રકાળી મૈયા તેમજ ક્ષેમકરી માતાના સ્થાનકને પણ વિશેષ ફૂલોની આંગી અને આભુષણોથી સુશોભીત કરવામાં આવી હતી.તો પ્રથમ નોરતાના દિવસે માઁ કાલીકાની વિશેષ આરતી ઉતારવામાં આવી હતી. જયાં ભાવીક ભકતોએ સરકારની માર્ગદર્શિકાનું પાલન કરી આરતી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી . ઉલ્લેખનીય છે કે નવરાત્રી પર્વમાં મૈયાને નીતનવા શણગારથી સુશોભીત કરવા માટે રેશમી તેમજ સીન્થેટીક આયરન માંથી બનાવેલા બે નમૂન ફુલો તેમજ કુદરતી ફુલોની વિશેષ આંગી કરવામાં આવશે . તો શકિતની ભિકતનાં મહાપર્વ નવરાત્રીનાં પ્રારંભે શહેરનાં છીંડીયા દરવાજા સ્થિત અંબાજી માતાના પ્રાચીન સ્થાનકે શુભ મુર્હુતમાં પુજારી દ્વારા ઘટસ્થાપન ની વિધિ સંપન્ન કરવામાં આવી હતી . તો મૈયાના સ્થાનકને આચ્છાદિત ફુલોની આંગીથી સુશોભીત કરવામાં આવ્યું હતું.જયાં ભાવિક ભકતોએ મૈયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આમ ધમૅ ની નગરી પાટણ શહેરમાં નવરાત્રી પર્વ નો ભક્તિ મય માહોલમા પ્રારંભ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here