નંદાસણ પોલીસે દારૂ ભરીને આવી રહેલી ઇકો ગાડીને કૈયલ પાસે ઝડપી લીધી

0
0

કડી તાલુકાના નંદાસણ પોલીસે માહિતીના આધારે છત્રાલ તરફ જઈ રહેલી દારૂ ભરેલી ઈકો ગાડીને કૈયલ પાસેથી ઝડપી પાડી હતી. જ્યાં એક ઈસમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગાડીમાંથી 467 વિદેશી દારૂની તેમજ બિયરના બે ટીન સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનના જયદેવસિંહ, પ્રદીપસિંહ પરેશભાઈ સહીદના સ્ટાફના માણસો પ્રો.IPS વિવેક ભેડાની સૂચનાથી નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી વાહનોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન જયદેવસિંહ અને પ્રદિપસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહેસાણા તરફથી એક ઇકો ગાડી આવી રહી છે. જે છત્રાલ તરફ જઈ રહી છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. માહિતીના આધારે અલગ અલગ ટીમો બનાવીને પોલીસ નંદાસણ ડિસ્ટન્સ હોટલ પાસે વોચ ગોઠવીને હાજર હતા. જે દરમિયાન ઉપરોક્ત ગાડી આવતા ગાડીચાલકે મુખ્ય રોડ ઉપરથી ઉતરી સર્વિસ રોડ ઉપર કૈયલ ગામ તરફ ભગાડી મૂકી હતી. જે દરમિયાન પોલીસે ગાડીનો પીછો કર્યો હતો.

નંદાસણ પોલીસે સર્વિસ રોડ ઉપરથી દારૂ ભરેલી ઈકો ગાડી કૈયલ તરફ જઈ રહી હતી. જે દરમિયાન પીછો કરીને કૈયલ સીમમાં આવેલી એમ.બી કંપની આગળ ગાડીને રોકાવી દીધી હતી. પોલીસે ગાડીચાલક ઠાકોર ભુરાજી કેશાજીની અટક કરી હતી. પોલીસે ગાડીની તલાસી કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જ્યાં પોલીસે વિદેશી દારૂની તેમજ બિયરના ટીન 467 કિંમત રૂપિયા 50,902 જપ્ત કરી હતી. તેમજ પોલીસે ગાડી સહિત કુલ મુદ્દામાલ રૂ.3,05,902 કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.
નંદાસણ પોલીસે કૈયલ સીમમાંથી વિદેશી દારૂ તેમજ બિયરના ટીન ભરેલી ઈકો ગાડી ઝડપી પાડી હતી. તેમજ ગાડીચાલકની ધરપકડ કરવામાં આવી હતી અને સઘન પૂછતાસ કરતા તેને જણાવ્યું હતું કે, વિજય ઠાકોર એ તેના મોબાઈલ નંબર ઉપરથી whatsapp કોલ મને કર્યો હતો અને ઉણ તાલુકો કાંકરેજ પાસે આવેલા ભજરીવાળા રોડ ઉપર તું જજે ત્યાં એક નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી આવશે. તે ગાડીમાંથી તું દારૂ ભરીને મને નંદાસણ મુકામે આપી જજે. તેવું જણાવેલુ અને 40000 રૂપિયા ભાડું નક્કી કર્યુ હતુ. જેથી ઇકો ગાડીમાં દારૂ ભરીને હું નંદાસણ વિજય ઠાકોરના કેવા પ્રમાણે દારૂ લઈને આવ્યો હતો. આ દારૂ ક્યાં ઉતારવાનો તે વિજય ઠાકોરને ખબર છે. જેવી હકીકત બહાર આવતા પોલીસે વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન જપ્ત કરી બંને ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ હતી.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here