નંદાસણ થી ગણેશપુરા હાઇવે રોડના બાજુમાં વાવેલ 10 લીલા વૃક્ષો કાપતા રોષની લાગણી.

0
0

નંદાસણમાં લાકડા કાપતી ટોળકીનો આતંક યથાવત.

નંદાસણમાં ઝાડ કપાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી.

અમદાવાદ-મહેસાણા હાઇવે પર આવેલ નંદાસણ થી ગણેશપુરા હાઇવે રોડની બાજુમાં વાવેલા મોટા લીલા તથા અન્ય ઝાડ મળી 10 ઝાડ લાકડા ચોર ટોળકી કાપી જતા રોષની લાગણી વ્યાપી છે.

નંદાસણ પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી વૃક્ષોનું નિકંદન કાઢી લાખોના લાકડાનું વેચાણ કરવાનો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે નંદાસણ પંથકમાં વૃક્ષો અવારનવાર કપાતા હોય છે હાલમાં અમદાવાદ-મહેસાણા હાઇવે રોડ ની બાજુમાં નંદાસણ થી ગણેશપુરા વચ્ચે વાવેલા મોટા દસ થી વધુ લીલા તથા અન્ય ઝાડ કોઈ અજાણ્યા ઈસમો કાપી જતા પર્યાવરણ પ્રેમીમાં રોશની લાગણી જોવા મળી હતી.રોડ નેશનલ ઓથોરિટી દ્વારા રોડની બાજુમાં વાવેલ ઝાડ કોઈ અજાણા ઇસમો કાપી ગયા હતા આ બાબતે તંત્ર દ્વારા આવા ઝાડ કાપતી ટોળકી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે.

અહેવાલ તસ્વીર:મહેસાણા બ્યુરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here