ધોધંબા તાલુકા મા કાયમી કરવા મનરેગા યોજના મા ફરજ બજાવતા અગિયાર માસ કરાર આધારિત કમૅચારીઓ દ્રારા તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

0
3

અમારા હક્ક અને માંગણીઓ યોગ્ય-કરાર આધારિત કમૅચારીઓ
ધોધંબા તાલુકાના મનરેગા યોજનામાં છેલ્લા પાંચ થી દસ વર્ષ સુધી ફરજ બજાવતા અગિયાર માસ કરાર આધારિત કમૅચારીઓ દ્રારા તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી સરકાર સુધી અમારી માંગણીઓ પહોચાડવા જણાવ્યું હતું જેમા કમૅચારીઓ ના જણાવ્યા મુજબ અમે મનરેગા યોજના હેઠળ છેલ્લા પાંચ થી દસ વર્ષ આ યોજના મા ફરજ બજાવીએ છે જેથી અમને કાયમી કરવા મા આવે તેમજ કાયમી કર્મચારીઓ ને મળતા તમામ લાભો અમને મળે તેમજ સરકાર શ્રી ના ઠરાવો મુજબ માળવાપત્ર 15( પંદર) ટકા પગાર વધારો અગાઉના વર્ષો મા નિયમિત મળેલ નથી જે પગાર વધારો તથા પગાર મા તફાવત અમોને મળી રહે તેવી તેમજ માસિક પગાર નિયમિત રીતે થાય જેથી અમને જીવન નિવાહૅ મા પડતી મુશ્કેલીઓ દૂર થાય તમેજ અમે છેલ્લા પાંચ થી દસ વર્ષ સુધી મનરેગા યોજના સિવાય ગ્રામ વિકાસ વિભાગ ની વિવિધ યોજનાઓ ના લાભો ગામડાના છેવાડાના માણસો સુધી પહોંચાડવા અમે પ્રયત્નો કર્યા છે જેથી અમારી સેવાઓ ને ધ્યાને લઈને અમારુ ભવિષ્ય સુરક્ષિત થાય અને અમને પણ કાયમી કમૅચારીઓ જેવા લાભો મળી રહે તેવી માંગણીઓ સ્વિકારીવા જેવા મુદ્દાઓ આવેદનપત્ર મા ઉલ્લેખ કર્યો છે

🖋️રાઠવા રાજેશભાઈ.ડી
રીપોર્ટર ધોધંબ BG ન્યુઝ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here