ધોધંબા તાલુકામાં રાઠવા સમાજ કમૅચારી સંગઠન દ્વારા સ્નેહ સંમેલન 2021 નુ આયોજન કરવામાં આવ્યું

0
16


ધોધંબા તાલુકામાં પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા દાહોદ જિલ્લાના રાઠવા સમાજ સ્નેહ સંમેલન સ્વામી નારાયણ મંદિર ધોધંબા ખાતે યોજવામાં આવ્યું હતું કાયૅક્મ ની રૂપરેખા અનુસાર આદિવાસીઓ ના આદશૅ એવા બીરશામુડાં ની પ્રતિમા ને ફુલહાર અપૅણ કરી દિપ પ્રાગટ્ય કરી કાયૅક્મ ની સરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ ના અધ્યક્ષ તરીકે પંચમહાલ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી રમેશભાઈ.જી.રાઠવા અને ઉપાધ્યક્ષ તરીકે રિટાયર્ડ સકૅલ ઓફિસર શ્રી કલસિંહભાઈ રાઠવા ની વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત ધોધંબા તાલુકાના ઉપ પ્રમુખ શ્રી છેલુભાઈ રાઠવા તથા પ્રો.દેવાભાઈ રાઠવા પ્રો.છત્રસિંહ રાઠવા પ્રો.વંસતભાઈ.રાઠવા અભેસિંહ રાઠવા (એલ.સી.બી) વિક્રમભાઈ (નાયબ મામલતદાર) ભીમસિંહ.રાઠવા તમેજ રાઠવા સમાજ ના વિવિધ ક્ષેત્રોમાં સેવા બજાવી રહેલા રાઠવા સમાજ ના કમૅચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં આ કાર્યક્રમ ને આગળ ધપાવતા રાઠવા સમાજ ના શિક્ષણ ક્ષેત્રે ખુબ જ સારી સિદ્ધ મેળવનાર તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તમેજ ડોક્ટર,એન્જીનર, જી.પી.એસ.સી,મેડીકલ.રમત ગમત,કલા,ધોરણ દસ,ધોરણ,બાર ,નવોદય વિધાલય તમેજ અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ મા સફળતા મેળવેલ રાઠવા સમાજ 55 (પંચાવાન) જેટલા તેજસ્વી તારલા નુ રાઠવા સમાજ કમૅચારી સંગઠન દ્વારા સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાઠવા સમાજ ના અગ્રણીઓ તેમજ કમૅચારીઓ દ્રારા પ્રાસંગિક પ્રવચનો કરવા મા આવ્યું હતું કે સમાજ મા એકતા ની જરુર છે રાઠવા આદિવાસી સમાજ એક થઈ સંગઠીત થઈને પોતાની પરંપરા જાળવી રાખવા ની જરૂર છે અને રાઠવા સમાજ ના બાળકો ખુબ સારો અભ્યાસ કરે અને ખુબ આગળ વધે સરકાર દ્વારા લેવામાં આવેલી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ શિદ્ધિ હાંસલ કરે અને રાઠવા આદિવાસી સમાજ નુ નામ રોશન કરે તેમજ સમાજ મા ચાલતા કુરિવાજો બંધ કરવામાં આવે વ્યસનો પર અંકુશ રાખવા મા આવે રાઠવા સમાજ ઉતરો ઉપર પ્રગતિ કરી આગળ વધે એવુ આહવાન કર્યુ હતું અને રાઠવા સમાજ કમૅચારી સંગઠન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવતા કમૅચારીઓ એ જણાવવામાં આવ્યું હતું કે સમાજ ને જયા પણ અમારી જરૂર પડે ત્યા અમારો પુરતો સહકાર હશે તેવું જણાવવામાં આવ્યું હતું ધોધંબા તાલુકામાં યોજાયેલ પંચમહાલ છોટાઉદેપુર દાહોદ વડોદરા જિલ્લાના રાઠવા સમાજ કમૅચારી સંગઠન સ્નેહ સંમેલન ઉપસ્થિત તમામ કર્મચારીઓ નો ધોધંબા તાલુકાના રાઠવા સમાજ ના આયોજકો શિક્ષક મિત્રો નરવતભાઈ.રાઠવા (શામળકુવા) ભીમસિંગભાઈ.રાઠવા (પાધોરા)નેવસિંગભાઈ.રાઠવા (ખરોડ) રુમાલભાઈ.રાઠવા (જીજંરી) ભાવેશભાઈ રાઠવા (બોરકંડા) આભાર માન્યો હતો અને દર વર્ષે રાઠવા સમાજ કમૅચારી સંગઠન સ્નેહ મિલન કાયૅક્મ નુ આયોજન કરવામાં આવે અને દરેક મિત્રો સમાજ ને મજબુત કરવા સાથ સહકાર આપી રાઠવા સમાજ વધુ આગળ વધે એવુ જણાવવા મા આવ્યુ હતુ સ્નેહમિલન કાર્યક્રમ અતં મા તમામ રાઠવા સમાજ ના ભાઈઓ તથા બહેનો અમૃત ભોજન લઈ ને છુટા પડીયા હતા

🖋️રાજેશભાઈ.ડી.રાઠવા
બનાસ ગૌરવ
ન્યુઝ રીપોર્ટર ધોધંબા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here