ધોધંબા તાલુકાના શામળકુવાના તડવી ફળિયામાં રહેતી વિદ્યાર્થીનીએ નામ રોશન કર્યું

0
8

પંચમહાલ જિલ્લાના ધોધંબા તાલુકાના શ્રીજી આશ્રમ શાળા ઘોઘંબા ની ઇનસ્કૂલ ના પ્રિન્સિપાલ શ્રી મીનાભાઈ કોળચા.તથા આર્ચરી ટ્રેનર તરીકે ટ્રેનિંગ આપતા લલિતા પટેલ જેમના દ્વારા ટ્રેનિંગ લઈ રહેલ રાઠવા અમિતાબેન ગણપતભાઈ એ તારીખ ૧૪/૦૯/૨૦૨૧ ને મંગળવારના રોજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દેવગઢબારીઆ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની સિનિયર વિભાગની આર્ચરી સ્પર્ધામાં શ્રીજી આશ્રમ શાળા ઘોઘંબાના ખેલાડી રાઠવા અમિતાબેન પ્રથમ નંબર પ્રાપ્ત કરી પંચમહાલ જિલ્લાનું નામ રોશન કરેલ છે.

અને ગુજરાતની સિનિયર ટીમમાં સિલેકશન થયેલ છે જે આગામી તા :- ૦૧/૧૦/૨૦૨૧ થી તા:- ૦૩/૧૦/૨૦૨૧ ના રોજ જમશેદપુર (ઝારખંડ )ખાતે યોજાનાર આર્ચરીની સિનિયર નેશનલની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે.રીપોર્ટ કિરીટભાઈ બારીઆ.સાગટાળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here