ધી ચાણસ્મા કોમર્શિયલ કો ઓપરેટીવ બેન્ક લિ ની 49 મી વાર્ષિક સાધારણ સભા ભાનાણી સંસ્કાર ભવન ખાતે યોજાઇ

0
10

ધી ચાણસ્મા કોમર્શિયલ કો ઓપ બેન્ક લી. ની ૪૯ મી વાર્ષિક સાધારણ સભા આજ તારીખ – ૧૦/૦૮/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ સવારે ૦૯/૩૦ કલાકે ભાનાણી ની વાડી ચાણસ્મા ખાતે બેંક ના અધ્યક્ષશ્રી પટેલ નિલેશકુમાર કાંતિલાલ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓના અધ્યક્ષ સ્થાને યોજાઈ….

સહકાર થી સમૃદ્ધિ નું ઉત્તમ ઉદાહરણ એટલે આપણી ચાણસ્મા કૉમર્શિયલ કો ઓપ બેંક

ચાણસ્મા કોમર્શિયલ કો ઓપ બેંક ના પૂર્વ સુકાનીઓ દ્વારા બનાવેલ વટવૃક્ષ સમાન એવી બેંક ના ચેરમેનશ્રી નિલેશકુમાર કાંતિલાલ પટેલ અને બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ ની રાહબરી હેઠળ તારીખ ૩૧/૦૩/૨૦૨૩ ની સ્થીતીએ બેંક એ કરેલ ઐતિહાસિક પ્રગતિ ની ઝલક શબ્દો દ્વારા વર્ણવામાં આવી

સાધારણ સભા માં વિશેષ ઉપસ્થિતિ ચેરમેનશ્રી નિલેશભાઈ કે પટેલ (બકાલાલ), જગદીશભાઈ આર પટેલ વાઇસ ચેરમેનશ્રી, યોગેન્દ્રકુમાર કે પટેલ એમ.ડી.શ્રી, તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, અનીલકુમાર બી પટેલ જનરલ મેનેજરશ્રી તેમજ બેન્ક ના સભાસદ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

બેંકે કરેલી વિસ્તૃત પ્રગતિ ની તમામ જાણકારી બેંકના મેનેજર અનિલભાઇ બી પટેલ વિગતવાર જણાવી હતી અને બેંક ની પ્રગતિ માં સભાસદો નો સાથ અને સહકાર મળ્યો છે આવો જ સાથ અને સહકાર કાયમ મળી રહે તેવી આશા રાખીએ છીએ એવું એમને જણાવ્યું હતું બેન્ક ની અંદર વિશેષ સેફ ડિપોઝીટ વોલ્ટ પણ આ બેંક ધરાવે છે બેંકની પ્રગતિ વિશે જાણીને તમામ સભાસદો એ બેંકના ડિરેક્ટર અને બેન્કના તમામ કર્મચારીઓને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા….

બેંક ના સભાસદો, માનવંતા થાપણદારો- ગ્રાહકો, સંસ્થાઓના હોદેદારશ્રીઓ, ખેડુતો, શુભેચ્છકો તથા પ્રજાજનો નો ખુબ ખુબ આભાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here