
વડગામ તાલુકાના ધારેવાડા ખાતે આવેલ મંદિરમાં નવચંડી યજ્ઞ યોજાયો હતો જેમાં ગામ સહિત આજુબાજુના લોકોએ યજ્ઞની આહૂતિ આપી દર્શન કર્યા હતા.ધારેવાડા ગામ નજીક આવેલ સધી સીકોતર માતાજીએ ભાદરવી સુદ બીજના દિવસે નવચંડી યજ્ઞ યોજાયો હતો.જ્યાં દર રવિવારે ઘણા શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવે છે.જ્યાં ભાદરવી સુદ બીજ બુધવારના દિવસે યજ્ઞ યોજાયો હતો.જ્યાં પ્રથમવાર મંદિરે યજ્ઞની તૈયારીઓ કરી ત્યારબાદ હવન કુડી બનાવી તેમાં આવેલ શ્રદ્ધાળુઓએ હવનમાં આહુતિ આપી હતી સમગ્ર આયોજન જહુરામ ગ્રુપ તેનિવાડા અને તેનીવાડા ગામના રમેશભાઇ પ્રજાપતિ,ફતેગઢ ગામના જગદીશભાઈ પરમાર એ તમામ પ્રકારનું આયોજન કર્યું હતુ. જ્યાં રોડ ખાતાં કોન્ટ્રાકટર દેવેન્દ્રભાઈ પટેલ એ બુંદીનો પ્રસાદ આપ્યો હતો અને આજુબાજુના ગામ લોકો આવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.જ્યાં રોહિતભાઈ પ્રજાપતિ એ ધજા નો ચડાવો બોલાવી રૂ.4100 આપી ધ્વજા ચડાવવાનો લ્હાવો લીધો હતો.ત્યારબાદ મંદિર તરફથી આવેલ લોકોને મહાપ્રસાદ આપી આરતી કરી હવનની પુર્ણાહુતી કરવામાં આવી હતી.
*રિપોર્ટ અબ્બાસ મીર*