પાટણ શહેર સહિત જિલ્લામાં હિમોફિલીયાના દર્દીઓ માટે નિદાન અને સારવાર કેમ્પનું પણ આયોજન કરાયું..
પાટણ તા.૨૪
મેડીકલ ક્ષેત્રે પાટણ શહેર નું નામ જાણીતું છે ત્યારે પાટણ નજીક આવેલ ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે પણ દિવસે દિવસે આરોગ્ય ની સુવિધાઓમાં વધારો થાય તે માટે ધારપુર હોસ્પિટલ નાં ડીન ડો.યોગેશાનંદ ગોસ્વામી અને હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો. મનિષ રામાવત દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે રવીવાર ના રોજ ધારપુર હોસ્પિટલ ખાતે હિમોફિલીયા નાં દર્દીઓ માટે અલાયદા વોડૅ નાં શુભારંભ સાથે હિમોફિલીયા નિદાન અને સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ ની ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે તમામ પ્રકારના દર્દીઓને ધ્યાનમાં રાખીને આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે ત્યારે આગામી રવિવાર નાં રોજ હિમોફિલીયા નાં દર્દીઓ ને ધ્યાનમાં રાખીને અલાયદા વોડૅની સુવિધાનો પ્રારંભ સવારે ૧૧-૦૦ કલાકે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવશે.સાથે સાથે પાટણ શહેર સહિત જિલ્લાના ૧૦૦ ઉપરાંત હિમોફિલીયા પિડીત દર્દીઓના નિદાન તેમજ સારવાર માટે સવારે ૮ થી બપોરના ૧ કલાકના સમય દરમિયાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું ધારપુર મેડિકલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો મનિષ રામાવતે જણાવ્યું હતું.