ધારપુર મેડીકલ કોલેજના ૩૫૦ કરતાં વધુ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો કોરોના પ્રતિરોધક રસીનો બુસ્ટર ડોઝ

0
7


પાટણ
હાલમાં કોરોના વાયરસ અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે ધારપુર ખાતે આવેલી જી.એમ.ઇ.આર.એસ.મેડીકલ કોલેજના એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓને કોરોના પ્રતિરોધક રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.
હેલ્થ કેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના સંક્રમણનું સૌથી વધુ જોખમ હોય છે. જેને ધ્યાને લઈ જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ ધારપુરના ડિનશ્રી ડૉ.યોગેશાનંદ ગોસ્વામીએ એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રિકોશન ડોઝનું મહત્વ સમજાવી રસીકરણ માટે પ્રોત્સાહિત કર્યા હતા. જેના પગલે મેડિકલ કોલેજ ખાતે જ તૈયાર કરવામાં આવેલા વેક્સિનેશન બુથ પર ૩૫૦ કરતાં વધુ વિદ્યાર્થીઓને કોરોના પ્રતિરોધક રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે.
રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here