ધારપુર મેડિકલ હોસ્પિટલના તબીબી શિક્ષકો નો ત્રિદિવસીય મેડિકલ એજ્યુકેશન બેઝિક તાલીમ વર્ગ યોજાયો..

0
6

ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 30 તબીબો એ તાલીમ વર્ગ નો લાભ મેળવ્યો..

ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન નો લાભ મળશે..

મેડીકલ ક્ષેત્રે પાટણ શહેરે પ્રગતિ સાધી છે ત્યારે પાટણ ની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ડોકટર તરીકે નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તબીબી ક્ષેત્રે સંપૂર્ણ પણે જાણકારી મળી રહે અને તેઓ એક સારા તબીબ બની લોકોનાં આરોગ્ય ની સેવા કરી શકે તેવા શુભ ઉદ્દેશ થી દર વર્ષે પાટણ ધારપુર મેડિકલ હોસ્પિટલ નાં ડીન ડો યોગેશાનંદ ગોસ્વામી નાં માગૅદશૅન હેઠળ ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબી શિક્ષકો નો ત્રણ દિવસ માટે મેડિકલ એજ્યુકેશન બેઝિક તાલીમ વર્ગ નું આયોજન તા.28 સપ્ટેમ્બર થી તા 30 સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું હોવાનું ધારપુર મેડિકલ હોસ્પિટલના સુત્રોએ જણાવ્યું હતું.
ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે આયોજિત આ ત્રિદિવસીય મેડિકલ એજ્યુકેશન બેઝિક તાલીમ વર્ગ માં ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 30 તબીબી શિક્ષકો ને નેશનલ મેડિકલ કમિશન દિલ્હી દ્વારા નિયુક્ત કરવામાં આવેલ ટ્રેનર ડો.નિરજ મહાજન દ્વારા તબીબી ક્ષેત્રમાં ઉપયોગી સંપૂર્ણ માગૅદશૅન પુરૂ પાડવામાં આવેલ જેનો ધારપુર મેડિકલ હોસ્પિટલના તબીબી શિક્ષકો એ લાભ લઇ ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક સારા ડોક્ટર તરીકે તૈયાર કરી લોકોના આરોગ્ય ની સારી રીતે સેવા આપી શકશે.
ધારપુર મેડિકલ હોસ્પિટલના ડીન ડો યોગેશાનંદ ગોસ્વામી નાં માગૅદશૅન હેઠળ આયોજિત ત્રિદિવસીય મેડિકલ એજ્યુકેશન બેઝિક તાલીમ વર્ગ નું સફળ સંચાલન ડો અનિલ ભતીજા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here