ધારપુર ખાતે તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

0
0

ભારતના ચૂંટણી પંચ દ્વારા સતત ૧૪મા વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ‘મતદાન જેવું કંઈ નહીં,અમે મતદાન જરૂર કરીશું ની થીમ સાથે રાષ્ટ્રીય મતદાતા કરવામાં આવી રહી છે.વિશ્વની સૌથી મોટી લોકશાહીના અમૂલ્યાધિકાર તરીકે પ્રાપ્ત થતા મતાધિકાર અંગે જાગૃતિ કેળવાય અને દેશના તમામ પાત્ર નાગરિકો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે ધારપુર મેડિકલ કોલેજ ખાતે પાટણ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી માધ્યમથી યુવાન વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે મતદાનનું મહત્વ સમજાવ્યું હતું અને મતદાન અવશ્ય કરવા અપીલ કરી હતી. સાથે સાથે જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલે પણ યુવા મતદારોને જણાવ્યું હતું.કે મતદાન કરવું એ આપણી ફરજ છે.આગામી લોકસભા ચૂંટણીમાં યુવાનોએ મતદાન કરતી વખતે કલમ 370 હટાવવાના ઐતિહાસિક નિર્ણય, અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્યમંદિર નિર્માણ સહિતના મુદ્દાઓને ધ્યાને લઈને રાષ્ટ્રવાદી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને વોટ આપવા અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ,પાટણ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિવેક પટેલ,તાલુકા ભાજપ મહામંત્રી હરિભાઈ પટેલ,પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર,યુવા મોરચાના મહામંત્રી ઇન્દ્રજીતસિંહ રાજપુત મંત્રી પ્રવિણસિંહ રાઠોડ સહિત હોદ્દેદારો કાર્યકરોઅને મોટી સંખ્યા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : કમલેશ પટેલ : પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here