ધાનપુર તાલુકાના લુખડીયા ગામે ખેતરમાંથી ૧૧ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું

0
14
 દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં લુખડીયા  ગામના ગુટીયા ફલીયામા રામસિંગભાઈ છગનભાઈના ખેતરમાંથી કામ કરતી વખતે એક વિશાળ અજગર જોવા મળ્યો હતો.  વિશાળ અજગર જોવા મળતા ગામના સરપંચે ફોરેસ્ટ અધિકારીને સાહેબને જાણ કરતાં ફોરેસ્ટ અધિકારી ધાનપુર રેન્જના અરવિંદભાઈ તથા કલ્પેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ અજગર ૧૧ ફૂટ લાંબો અને અંદાજે ૨૫ કિલો તેનું વજન હતું. અજગરનું રેસ્ક્યુ કર્યા બાદ તેને વનવિભાગ દ્વારા તેને સલામત જગ્યાએ છોડવામાં આવ્યો હતો.

રિપોર્ટ :- જગદીશ કોળી

દેગાવાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here