દે.બારીઆ તાલુકા પ્રા.શિક્ષક ઘટક સંઘ દ્વારા શાળાઓમાં સમય ફેરફારના નિર્ણયને ફટાકડા ફોડી આવકારવામાં આવ્યો.

0
7

રાજ્યની પ્રા.શાળાઓમાં શાળા સમયમાં ફેરફાર કરી ૯:૩૦ થી ૫:૩૦ કરવામાં આવતા સમગ્ર રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકોમા ઉગ્ર રોષ ફાટી નિકળ્યો હતો. સમયમાં ફેરફાર કરી રાબેતા મુજબ કરાવવા માટે ઘટક સંઘો થી રાજ્ય પ્રા.શિક્ષક સંઘ દ્વારા તબક્કા વાર રજૂઆત કરતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા શિક્ષણ મંત્રી માન.ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, શિક્ષણ સચિવ માન.વિનોદ રાવ સાહેબ તથા પ્રા.શિક્ષણ નિયામક માન.એમ.આઇ.જોશી સાહેબ ને સમય બાબતે રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગ દ્વારા આ રજૂઆત ને હકારાત્મકતા થી લઇ શાળાઓના સમયમાં ફેરફાર કરવાની માંગણી સ્વીકારવામાં આવતા સંવેદનશીલ સરકાર ના સંવેદનશીલ નિર્ણયને આવકારવા માટે દાહોદ જિલ્લા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુરતનભાઈ કટારા તેમજ મહામંત્રી શ્રી હસમુખભાઈ પંચાલ દ્વારા આહ્વાન કરતા દે.બારીઆ તાલુકા પ્રા.શિક્ષક સંઘ દ્વારા તા.૯/૯/૨૦૨૧ના રોજ દે.બારીઆ ની શાન સમા ટાવર પાસે ઘટક સંઘના હોદ્દેદારો અને શિક્ષક ભાઈ બહેનોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેચી સરકારશ્રી ના આ નિર્ણયને આવકાર્યો હતો. આ તબક્કે ઘટક સંઘના પ્રમુખ શ્રી બુધાભાઈ પરમાર,મહામંત્રી રમેશભાઈ રાઠવા, જિલ્લા પ્રા.શિક્ષક સંઘના ઉપપ્રમુખ ભરતભાઇ મિનામા, કોષાધ્યક્ષ શ્રી ઉદેસિંહ ગોહિલ રાજ્ય સંઘના કારોબારી સભ્ય શ્રીમતી રચના બેન પટેલ તથા વિનોદભાઈ સુથાર દ્વારા સમગ્ર ટીમ નો આભાર માન્યો હતો.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ.દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here