દેશભરમાં વસતા પટ્ટણી સમાજના લોકો પાટણમાં ઉમટ્યાં, પૂર્વજોને યાદ કરી હૈયાફાટ રૂદન કરીને પૂર્વજોને પુષ્પાજંલી અર્પણ કરી

0
5

પાટણ

પાટણ શહેર સહિત દેશભરમાં વસતા દેવીપૂજક સમાજનો મહાપર્વ એટલે દિવાસો. આજના દિવસે દેશભરમાં વસતા દેવીપૂજક સમાજના લોકો પાટણમાં આવેલ તેમના સ્મશાનગૃહે જઈ પુષ્પાંજલી અર્પી તેમના પૂર્વજોની યાદમાં હૈયાફાટ રૂદન કરી શ્રધ્ધાંજલી આપે છે. ત્યારે આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પાટણ મુકામે આવેલ પિતામ્બર તળાવ સામે, ફુલણીયા હનુમાન મંદિર પાસે, બકરાતપુરા વિસ્તારમાં આવેલ સ્મશાનગૃહે સવારથી જ ઉમટી પડયા હતા. I

સિધ્ધરાજ જયસિંહના સમયથી દિવાસા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. પાટણ શહેર સહિત દેશભરમાં વસતા દેવીપૂજક સમાજના લોકો માટે દિવાસાનો પર્વ તેમના પૂર્વજો, વડવાઓને અંજલી આપી પર્વની ઉજવણી કરે છે. પાટણ શહેરમાં આવેલ પિતાંમ્બર તળાવ, ફુલણીયા હનુમાન, બકરાતપુરા વિસ્તારમાં દેવીપૂજક સમાજનું સ્મશાનગૃહ આવેલ હોઈ આજે વહેલી સવારથી જ દેવીપૂજક સમાજના લોકો દુર દુરથી પાટણ મુકામે આવી સ્મશાનગૃહે પહોંચી તેઓના મૃતક સ્વર્ગસ્થોની જે જગ્યાએ અંતિમ ક્રિયા કરી હોય તે જગ્યાએ જઈ દીવો, અગરબત્તી, ફુલહાર તેમજ ફળફળાદિ તથા પૂર્વજોને જે પ્રિય હોય તે ચીજ વસ્તુઓ મુકી તેમને સાચા અર્થમાં ભાવાંજલી આપતા હોય છે.

વધુમાં દેવીપૂજક સમાજની બહેનો હૈયાફાટ રૂદન કરી સમાધિ સ્થળે પૂષ્પાંજીલ અર્પે છે અને તેઓના પૂર્વજોને યાદ કરે છે. આજના દિવસે દેશભરમાં વસતા પટ્ટણી સમાજના લોકો પહેલો દિવાસો પાટણમાં કરે છે અને બીજો દિવાસો પોત પોતાના વતનમાં અમાસના દિવસે દિવાસો ઉજવી તેમના સ્વર્ગસ્થોને અંજલી અર્પે છે.

પાલિકાના પૂર્વ પ્રમુખ અને પટણી સમાજના આગેવાન દિનેશ પટણીએ જણાવ્યું હતું કે, 60 થી વધુ લક્ઝરી બસ મારફતે હજારો લોકો અમદાવાદ ,વડોદરા, સુરત સાહિત જગ્યાએથી પુર્વજોને શ્રદ્વાજંલી આપવા આવ્યાં છે.
રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here