દેવ. બારિયાની ઉન્નતી વિદ્યાલય મોટીઝરી ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતગર્ત હેલ્થ ચેક-અપ કેમ્પ કરવામાં આવ્યો

0
6

તા .૦૭/૧૨/૨૦૨૧ ના રોજ એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રેબારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા તાલુકા આરોગ્ય કચેરી, દેવ.બારિયા દ્વારા “ઉન્નતી વિદ્યાલય મોટીઝરી ખાતે “રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતગર્ત હેલ્થ ચેક-અપ કેમ્પ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ ઈ./ચા. તાલુકા આરોગ્ય અધિકારીશ્રી. ડૉ. રાહુલ રાઠવા સાહેબશ્રી, ડૉ.સ્મિતા પટેલ મેડીકલ ઓફિસરશ્રી, ડૉ.અલ્પેશ મવાર મેડીકલ ઓફિસરશ્રી, પી.એચ.સી.રેબારીના માર્ગદર્શનથી કરવામાં આવ્યો. અને હેલ્થ સ્ટાફ ,કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, સિકલસેલ કાઉન્સેલર દ્વારા તમામ વિધાર્થીઓનું ચેક-અપ કરવામાં આવ્યું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડીકલ ઓફિસર દ્વારા કિશોર કિશોરીનું ચેક-અપ કરવામાં આવ્યું તેમજ કિશોર કિશોરીઓને વ્યકિગત સ્વચ્છતા, સિકલસેલ એનીમિયા, માસીક દરમ્યાનની સ્વચ્છતા વિષે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. તમામ વિદ્યાર્થીઓની સિકલસેલ માટે લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી. આચાર્યશ્રી. રાજેશભાઈ.એન.કોઢિયા, સાહેબશ્રી ઉન્નતી વિદ્યાલય મોટીઝરી દ્વારા વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં સામેલ કરીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. કુલ : ૧૭૧ કિશોર-કિશોરીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here