આજરોજ દેવ ચેરીટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા અને જીવદયા ફાઉંડેશન દ્વારા સિવિલ હોસ્પિટલ પાલનપુર ના સ્ટાફ મેમ્બરોને દેવ ચેરીટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ દ્વારા સર્ટિફિકેટ આપી અને જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી અને ફૂટવેર એસોસિએશન ના પ્રમુખ ફજામિયા સિંધી દ્વારા સિવિલ સ્ટાફને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સિવિલ હોસ્પિટલ પાલનપુર ના સર્જન ડોક્ટર ભરતભાઈ મિસ્ત્રી ના હસ્તે સર્ટિફિકેટ અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં પરમાર બાબુલાલ( સિનિયર ડ્રાઇવર ), કુરેશી જહાંગીર ભાઈ એ ( ટ્રોમા ઇન્ચાર્જ ડ્રાઇવર), ચૌહાણ કલ્પેશભાઈ ડાયાભાઈ,( કેસ રાઈટર), રાઠોડ મેહુલ કુમાર રાજુભાઇ( સ્વિપર), રાઠોડ ડાયાભાઈ જી (પટાવાળા), ઠાકોર શારદાબેન (પટાવાળા), અને કુરેશી યુસુફભાઈ જે (ડ્રાઇવર) ને દેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્ટીફિકેટ અને જીવદયા ફાઉંડેશન દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પાલનપુર સિવિલ હોસ્પિટલના સર્જન ડોક્ટર ભરત ભાઈ મિસ્ત્રી, બનાસ એન પી પ્લસ ના પ્રમુખ નરેશભાઈ સોની, દેવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ, જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી, ફુટવેર એસોસિએશન પાલનપુરના પ્રમુખ ફજા મિયાં સિંધી અને મિત્રો હાજર રહ્યા હતા