દેવદયા માધ્યમિક શાળામાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા વિધાર્થીઓમાં વ્યસનની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધા રાખવામાં આવેલ

0
10

મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીશ્રીના માર્ગદર્શન હેઠળ લજાઈ પી.એચ.સી. અંતર્ગત આવતી શ્રી દેવદયા માધ્યમિક શાળામાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા વિધાર્થીઓમાં વ્યસનની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધા રાખવામાં આવેલ, જેમાં ધોરણ ૯ અને ૧૦ ના વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ, વિધાર્થીઓ દ્વારા વ્યસન ના નુકસાન અને તેની આડઅસરો વગેરે બાબતોને આધીન ખુબ સારી રીતે નિબંધ લખ્યા હતા, જેમાં પ્રથમ નંબર મેળવનાર બારિયા ચેતન વાઘજીભાઈ, દ્વિતીય નંબર બથવાર નેહા અને તૃતીય નંબર ચાવડા મિનાક્ષી મનજીભાઈ ને મોરબી ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ઈનામો આપવામાં આવેલ, ત્યારબાદ તમાકુ નિયંત્રણ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વ્યસનની જાગૃતિ અર્થે માહિતગાર કર્યા હતા, અને ત્યારબાદ લજાઇ પી.એચ.સી. ના એમપીએચડબ્લયુ દ્વારા વ્યસન તથા ડેન્ગયુ મેલેરીયા જેવા રોગોથી બચવા માટેના ઉપાયો અંગે માહિતી આપી હતી અને અંતમાં શાળાના આચાર્ય શ્રી એન.આર.ભાડજા સાહેબ દ્વારા વિધાર્થીઓને પોતે વ્યસન ન કરવા તથા પોતાના પરીવારને પણ વ્યસનમુકત બનાવવા માટે જરુરી સુચન કર્યુ હતુ
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here