દેવગઢ બારીયા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે દાહોદ સહિત ગુજરાત રાજ્યના 14 જીલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ ગૃહ મંત્રી હર્ષ સંધવી નાઓના વરદ હસ્તે કરવામાં આવ્યું.

0
0



દેવગઢ બારીયા નગરના સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે લોકાર્પણ સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો જે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે કક્ષા બી-48 , સી-1 , ડી-1 મળી કુલ 50 નવનિર્મિત અદ્યતન આવાસો દાહોદ સહિત ગુજરાત રાજ્યના 14 જીલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંધવી નાઓનું ઉષ્માભેર પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી ચાંદીના ભોરિયા પણ પહેરાવી આદિવાસીની પરંપરાગત રીતે તીર કામઢું હાથમાં પકડાવી સ્વાગત કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત સાંસદ જસવંતસિંહ ભાભોર , મંત્રી બચુભાઈ ખાબડ , દાહોદ ધારાસભ્ય કનેયાલાલ કિશોરી , ગરબાડા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર , ઝાલોદ ધારાસભ્ય મહેશ ભુરીયા , મહારાજા અને પુર્વ ધારાસભ્ય તુષારસિંહ બાબા તેમજ દાહોદ જિલ્લા પોલીસ સ્ટાફ , પાર્ટીના પ્રમુખો , હોદ્દેદારો , કાર્યકરો , અધિકારીઓ , આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર… ધર્મેશ બારીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here