દેવગઢ બારીયા, સાબરકાંઠા, આણંદનાં રમત ગમત સંકુલ ખાતે હોકી એકેડમી શરૂ કરવામાં આવશે

0
1

આગામી તા. ૨૪-૨૫ સપ્ટેમ્બરે નવા ખેલાડીઓની પસંદગી-પ્રવેશ પ્રક્રિયા દેવગઢ બારીયા ખાતે યોજાશે

   સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, હસ્તક આવેલી સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં સ્વામી વિવેકાનંદ નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર યોજના વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત હોકી રમતની એકેડમી શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત દેવગઢ બારીયા ખાતે અંડર ૧૭ ભાઇઓ-બહેનો માટે, સાબરકાંઠા ખાતે –બહેનો માટે, આણંદ ખાતે –ભાઇઓ માટે એકેડમી શરૂ કરવામાં આવશે. 

જે અંતર્ગત નવા ખેલાડીઓની પસંદગી અને પ્રવેશ પ્રક્રિયાનું આયોજન દેવગઢ બારીયા ખાતે આગામી તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૮ વાગ્યાથી બહેનો માટે અને તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ ભાઇઓ માટે યોજવામાં આવ્યું છે.
જેમાં તા. ૧-૧-૨૦૦૫ પછી જન્મેલા ખેલાડી ભાઇઓ-બહેનો ભાગ લઇ શકશે. તમામ ખેલાડીઓએ સ્વખર્ચે આવવાનું રહેશે. જન્મ તારીખનો પુરાવો તથા આધારકાર્ડનો પુરાવો, બે પાસપોર્ટ સાઇઝના ફોટા, સિદ્ધિ પ્રાપ્ત કરેલા પ્રમાણપત્રોની નકલ સાથે લઇને આવવાનું રહેશે. તેમજ જે તે રમતને અનુરૂપ સાધન અને સ્પોર્ટસ કીટમાં આવવાનું રહેશે. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, દેવગઢ બારીયાનાં સિનીયર કોચશ્રીએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here