એ. એસ. આઈ પારસીંગસાહેબ દ્વારા એ. આર. બારીઆ ને વિટી પહેરાવી ને તેમજ પુષ્પ હાર પહેરાવી તથા શ્રીફળ આપીને સન્માન કરાવામાં આવ્યું હતું. પી.એસ.આઈ બારીઆ સાહેબ તથા એ.એસ. આઈ પારસીંગ સાહેબે આવેલ મહેમાનોનું સ્વાબ્દીક સ્વાગત કર્યુ હતું. આ વયનિવૃતિ કાર્યક્રમમાં આવેલ મહાનુભાવો તથા સમગ્ર સ્ટાફ દ્વારા પુષ્પ હાર પહેરાવીને શ્રીફળ આપીને પી.એસ.આઈ એ આર. બારીઆ સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું.
પી.એસ.આઇ એ. આર. બારીઆ સાહેબની વાત કરવામાં આવે તો તેમનાં પિતાશ્રી પણ પોલીસ માં ફરજ બજાવતા હતા. તેમના પિતા શ્રી રામજીભાઈ ગલાભાઈ બારિઆ ૧૯૬૭ થી ૧૯૭૧ દરમિયાન દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પંચમહાલ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી હતી. તેમને ૧૯૮૬ માં લીમખેડા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ તરિકે ફરજ બજાવી વય નિવૃત્ત થયા હતા.
દેવગઢ બારિયા સેકન્ડ પીએસઆઇ એ. આર. બારીઆ (આરતસિંહ રામજીભાઈ બારીઆ) ની વાત કરવામાં આવે તો તેમને ૧ થી ૪ ધોરણ દાહોદ તાલુકા શાળામાં અભ્યાસ કર્યો હતો. એ પછી અલગ અલગ શાળામાં અભ્યાસ કર્યા પછી ધોરણ ૧૨ નો અભ્યાસ દેવગઢ બારીયા તાલુકા ની ક.મ.લ હાઈસ્કૂલમાં પીપલોદ માં કર્યો હતો. તેમના પિતાશ્રી પણ પોલીસમાં સેવા આપી રહ્યા હતા તે માટે તેમને પહેલાથી જ પોલીસ બનવા નું સ્વપ્નું હતું. એ પછી તારીખ ૨૮/૦૨/૧૯૮૩ માં તેમણે અમદાવાદ શહેર માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરીની સરુવાત કરી હતી. એ પછી અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી હતી. ત્યારબાદ ૨૫/૧૦/૨૦૧૭ ના રોજ તેમની પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક થઈ હતી. ત્યારબાદ અમદાવાદ શહેર કાલુપુર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ તરીકે ફરજ બજાવી એ પછી દાહોદ જિલ્લામાં તેમની બદલી થઈ હતી. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન, ઝાલોદ પોલીસ સ્ટેશન ત્યારબાદ દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ તરીકે સેવા આપી પીપલોદ ખાતેથી તારીખ ૩૦/૦૬/૨૦૨૧ ના રોજ વય નિવૃત્ત થયા હતાં. વિશ્વમાં કોરોના નો કહેર વર્તાવી રહ્યો હતો ત્યારે પોતાના કુટુંબની પરવા કર્યા વગર ખંતપૂર્વક પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. આ કાર્યક્રમ સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખીને કરવામાં આવ્યો હતો.
રીપોર્ટ :- મુનિન્દ્ર પટેલ
દાહોદ