દેવગઢ બારીયાની સાતકુંડા પ્રાથમિક શાળાના બાળકોને વડતાલ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું

0
2

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાની સાતકુંડા પ્રાથમિક શાળામાં વડતાલ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તેમના સક્રિય કાર્યકર ભાવેશભાઈની ઉપસ્થિતિ માં શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૬ થી ૮ ના બાળકો ને ૩૫૦જેટલાં ફુલસ્કેપ ચોપડા નું તા.૨૪/૦૯/૨૦૨૧ ના રોજ વિતરણ કરવામાં આવ્યું હતું. વડતાલ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તેમના સક્રિય કાર્યકર ભાવેશભાઈ, શાળાના આચાર્ય અતુલભાઇ, ગામના સરપંચ શ્રી, એસ.એમ.સી સભ્યો તેમજ શિક્ષક પરિવાર ની ઉપસ્થિતિમાં ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભાવેશભાઈ દ્વારા બાળકોને ભણીગણી ને આગળ વધો અને શાળાનું નામ રોશન કરો અને વ્યસન થી દૂર રહો તેવી શુભેચ્છા પાઠવી હતી.
શાળાના આચાર્ય અતુલભાઈ, શિક્ષક પરિવાર તેમજ smc સાતકુંડા દ્વારા વડતાલ સ્વામિનારાયણ સંસ્થા તેમજ ભાવેશભાઈનો આભાર માનવામાં આવ્યો હતો.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here