દેવગઢ બારીયાના રૂવાબારી ગામે પોષણ માસ અંતર્ગત યોગ સત્ર કાર્યક્રમ યોજાયો

0
4

દાહોદનાં બાવકા ગામે પણ યોગસત્રનો ગ્રામજનોએ લાભ લીધો દેવગઢ બારીઆ તાલુકાની રૂવાબારી ગામની આંગણવાડીઓમાં ‘’રાષ્ટ્રીય પોષણ માસ‘’ અંતર્ગત વિવિઘ જાગૃત્તિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. દેવગઢ બારીઆ ઘટક-૨ નાં સીડીપીઓ સુશ્રી ફાલ્ગુનીબેન જે પંડયાના માર્ગદર્શન હેઠળ રૂવાબારી હાઇસ્કુલ ખાતે બીજા સપ્તાહની થીમ મુજબ ‘’યોગ સત્ર’’ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

લાભાર્થીઓમાં, સગર્ભાબહેનો, ઘાત્રીમાતા, તથા કિશોરીઓને મુખ્ય સેવિકાઓ ઘ્વારા પોષણ માહની ઉજવણી તથા પોષણ યુકત આહાર તથા સ્વચ્છતા અંગેની માહીતી આપવામાં આવી હતી. યોગ શિક્ષક દ્વારા વિવિધ પ્રકારના યોગાસન, પ્રાણાયામ શીખવવામાં આવ્યા અને ધ્યાન દ્વારા શરીર અને મન સ્વસ્થ રાખવા અંગે તથા યોગના લાભો વિશે સમજ આપવામાં આવી હતી.કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ શ્રીમતી રાઠવા પાર્વતીબેન, અગ્રણી શ્રી હરેશભાઇ પટેલ, શાળાના આચાર્યશ્રી ચૌહાણ જશુભાઇ, ‘’યોગ શિક્ષક શ્રીમતી બારીઆ દર્શનાબેન, સેવિકા -કાર્યકર બહેનો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમમાં સરકારની કોરોના માર્ગદર્શીકાનું પાલન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત દાહોદ તાલુકાની આંગણવાડીઓમાં રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત બાવકા ગામ ખાતે પણ યોગ સત્રનો કાર્યક્રમ યોજાયો હતો. જેનો ગ્રામજનોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં તાલુકા સભ્ય શ્રી જયેશભાઈ પરમાર, સરપંચ શ્રી લીલાબેન પસાયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલદાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here