દેવગઢ બારીયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ગુણા ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તથા આયુષ્માન કાર્ડ નો કેમ્પ યોજાયો.

0
13

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ગુણા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૦૦ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ નિશુલ્ક સર્વરોગ કેમ્પ ગુણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જન જાતિ કલ્યાણ આશ્રમના સહયોગથી યોજવામાં આવ્યો હતો. આ સર્વરોગ નિદાન કેમ્પ ની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી બચુભાઇ એમ. ખાબડ, દેવગઢબારિયા પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ બાબા, એ.પી.એમ.સી ચેરમેન ભરતભાઈ ભરવાડ, જાહેર આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત દાહોદ ચેરમેન અશ્વિનભાઇ મકવાણા, ગુણા સરપંચ પૃથ્વીસિંહ બાપુ, દેવગઢ બારિયા ભાજપા ઉપપ્રમુખ ભીમજીભાઈ ભરવાડ, જન જાતિ કલ્યાણ આશ્રમ પ્રચાર વિભાગના પ્રમુખ વિપુલભાઈ રાવત, ઉપરાંત મહિલા આયામ ના પ્રમુખ ડૉ. ધર્મિષ્ઠાબેન સથવારા, આરોગ્ય આયામ ના પ્રમુખ નિલેશભાઈ સેલોત હાજર રહ્યા હતા. દાહોદ જિલ્લા આયોગ્ય ટીમ જેમાં RCHO, ADHO , DLO , EMO , THO દેવગઢ બારિયા, DMO તથા જિલ્લા આરોગ્ય ટીમ હાજર રહી હતી. આ સર્વ રોગ નિદાન કેમ્પ માં બાળ રોગ નિષ્ણાત, ચામડી રોગ નિષ્ણાત, હાડકા રોગ નિષ્ણાત,સ્ત્રીરોગ નિષ્ણાત, કર્ડોયોગ્રામ, લોહી ની તપાસ, આંખની તપાસ તથા X RAY કાઢવા માં આવ્યા. તથા આર્યુવેદિક અને હોમિયોપેથીક ઓપીડી ચાલવામાં પણ આવી. વિવિધ રોગોના દર્દી આવી ને આ કેમ્પ નો લાભ લીધો હતો. જેમાં ૪૩ કર્ડીયોગ્રામ, ૨૫ X RAY, ૨૫૦ જેટલા લોહી ની તપાસ કરવા માં આવી.કેમ્પ માં સેવા માં ડૉ. પી. આર. શર્મા, ડૉ વેનીશ પંચાલ, ડૉ. અલ્પેશ પ્રજાપતિ, ડૉ. રંજન બામણીયા, ડૉ. સિદ્ધાંત ગાંધી, ડૉ. સુરવી મનીયા,ડૉ શિરીષ, ડૉ. બારજૉડ, ડૉ. ભૂમિ, ડૉ. નિધિ, અને ગુણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તમામ સ્ટાફ હાજર રહ્યા હતા. જેમાં આશરે ૩૫૦ જેટલા લાભાર્થી એ લાભ લીધો હતો.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here