દેવગઢ બારિયા તાલુકાની નાડાતોડ પ્રાથમિક શાળાના શિક્ષકને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ-૨૦૨૧ માં પસંદગી થઈ

0
6

પ મી સપ્ટેમ્બર ‘શિક્ષક દિન’ના પવિત્ર દિવસેદાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની નાડાતોડ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રજાપતિ નરસિંહભાઈ ઈશ્વરભાઈ ને શિક્ષક દિન નિમિત્તે દાહોદ જિલ્લાના તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ-2021 માં પસંદગી થઈ. રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ તેમજ પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી અને દાહોદ જિલ્લાના સાંસદ એવા માનનીય શ્રી જશવંતસિંહ ભાભોર સાહેબના વરદ હસ્તે એવોર્ડ, પ્રમાણપત્ર અને પુરસ્કાર રાશી આપવામાં આવી.તેમને વંદન સહ અભિનંદન.સમગ્ર નાડાતોડ પ્રાથમિક શાળા પરિવાર,એસ.એમ.સી.,સી.આર.સી.કૉ.શ્રી, તેમજ સમગ્ર ગ્રામજનો વતી શાળા, ગામ અને દેવગઢબારિયા તાલુકાનું ગૌરવ વધારવા બદલ નરસિંહભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી.

રિપોર્ટ :- પ્રફુલ બારીયા..દેવગઢ બારીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here