દેવગઢ બારિયાની નાડાતોડ પ્રાથમિક શાળામાં બાળકોને લોકફાળો મેળવી શૈક્ષણિક ચીજવસ્તુઓનુ વિતરણ કરવામાં આવ્યું

0
10

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામની નાડાતોડ પ્રાથમિક શાળામાં બાળકોને લોકફાળો મેળવી શૈક્ષણિક ચીજવસ્તુઓનુ વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર શાળા પરિવારનો હેતુ એજ કે સમાજ શિક્ષણમાં ઉપયોગી નીવડે. કોવિડ-19ના કપરા સમયગાળામાં શાળાના શિક્ષકો જ્યારે શેરીએ શેરીએ જઇને ફળિયા શિક્ષણ આપતા હતા, તે સમયે બાળકોને વિષય પ્રમાણે લેખન માટે ચોપડા, પેન, પેન્સિલ, રબર, સંચો જેવી જરુરીયાતો જણાયી હતી તે માટે સંયુક્ત ઉપક્રમે તમામ બાળકોને શૈક્ષણિક યોગદાન મળી રહે તે માટે શાળાના શિક્ષકો દ્વારા ” નાડાતોડ પ્રાથમિક શાળા બાળ પ્રોત્સાહક ફંડ”ના બેનર હેઠળ શૈક્ષણિક યોગદાન મળી રહે તેવા હેતુથી સ્નેહીઓ અને મિત્રવર્તુળમાં વોટ્સએપ અને ફેસબુકના માધ્યમથી શેર કરવામાં આવ્યું હતું.

તે દરમિયાન બાળ શિક્ષણ હિતેચ્છુ સ્નેહીઓ અને મિત્રો તરફથી યોગદાન મળવાની શરુઆત થઇ હતી. જેમાંથી શાળાના ૩૦૩ બાળકો માટે નોટબુક, પેન , પેન્સિલ જેવી વસ્તુઓ લાવી બાળકોને ઘરે ઘરે જઈને વિતરણ કરવામાં આવી હતી. આ દરમિયાન ફેસબુક પરની આ બાબતે પોસ્ટ જોઈને FAIR-E પ્રોજેક્ટ પર કાર્યરત એવા સંકેતભાઈ એ પોતાના ટ્વિટર પર આ પોસ્ટ શેર કરી તેમના મિત્રોને આ યોગદાન માં જોડાવવા આહ્વાન કર્યું હતું જે યોગદાન ભવિષ્યમાં મળવાનું છે. છેલ્લે સ્વ.બેચરભાઈ પ્રભાભાઈ પ્રજાપતિના સ્મરણાર્થે તેમના દિકરી હિનાબેન અતુલકુમાર પ્રજાપતિના હસ્તે ૩૦૩ બાળકોને વિષયદીઠ નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.જે બદલ સમગ્ર શાળા અને બાળકો વતી આભાર માન્યો હતો. શાળા સ્ટાફવતી દરમહિને પોતાના પગારમાંથી સ્વૈચ્છિક યોગદાનની જાહેરાત કરવામાં આવી છે, જે માટે બેન્ક એકાઉન્ટ ખોલવાની કામગીરી શાળા અને એસ.એમ.સી.ની મીટીંગ યોજી કરવામાં આવશે. જે ભવિષ્યમાં બાળકો માટે યોગદાન આપવા માંગતા શિક્ષણ હિતેચ્છુ સ્નેહીઓ વધુ વિશ્વાસ સાથે પોતાનો ફાળો નોંધાવી શકશે અને સમાજ શિક્ષણમાં કેવી રીતે ઉપયોગી નીવડશે તે વાતને સાર્થક કરશે.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલદાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here