દેવગઢ બારિયાની તોયણી પ્રા. શાળામાં શિક્ષકનો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

0
27

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના તોયણી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સોરમભાઈ મંગળભાઈ બારીઆ તા. ૩૧/૧૦/૨૦૨૧ ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે તો તેમના વય નિવૃત્તિ સન્માન સમારોહ તા. ૨૮/૧૦/૨૦૨૧ ના રોજ પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી, હાલમાં દેવગઢ બારીયા ધારાસભ્ય બચુભાઈ ખાબડના વરદ્ હસ્તે યોજાયો હતો. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી આવેલા મહેમાનોને પુષ્પ હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી તથા ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ સાહેબે નિવૃત્ત થનાર શિક્ષક સોરમ સાહેબની સેવાઓને બિરદાવી પ્રવચન આપ્યું હતું. મહંત શ્રી ઋષિકે બાપુએ આશીર્વચન આપ્યા હતા.

આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી અને હાલમાં દેવગઢબારિયા ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ સાહેબ, કબીર મંદિર સાલીયા ના મહંત 108 ઋષિકેશ બાપુ, એ.પી.એમ.સી દેવગઢ બારીયાના ચેરમેન શ્રી ભરતભાઇ ભરવાડ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કે. એલ.ભરવાડ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી તથા મહામંત્રી, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના જિલ્લા મંત્રી શ્રી, શિક્ષક સંઘના જીલ્લા ઉપપ્રમુખ શ્રી, ટીચર સોસાયટીના ચેરમેન શ્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી, ગામના સરપંચ શ્રી, બી.આર.સી., સી.આર.સી. તથા ગામના આગેવાનો, અગ્રણી નાગરિકો, વડીલો, આજુબાજુની શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ તથા શાળાના બાળકો હાજર રહ્યા હતા. તોયણી શાળા પરિવાર તરફથી સોરમ સાહેબ ને સન્માન પત્ર અને સોનાની વીંટી આપવામાં આવી હતી. રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડે પુષ્પહાર પહેરાવી, શાલ ઓઢાડી, ચાંદીનું કડું પહેરાવ્યું હતું.

સોરમભાઈ બારીઆ ની નોકરીની શરૂઆત તા.૧૬/૦૨/૧૯૮૩ ના રોજ ઉંચા બેડા પ્રાથમિક શાળા તા. ઘોઘંબા માંથી કરી હતી. ઉંચા બેડા પ્રાથમિક શાળામાં ૦૮ વર્ષ અને ૦૭ મહિના ની સેવા આપ્યા બાદ તેમની તોયણી પ્રાથમિક શાળા તા. દેવગઢબારીયા, જિ. દાહોદ ખાતે ૨૫/૦૯/૧૯૯૧ બદલી થઈ હતી. તોયણી પ્રાથમિક શાળામાં ૩૦ વર્ષ અને ૦૧ માશ ૧૫ દિવસ સેવા આપ્યા બાદ તેઓ તા.૩૧/૧૦/૨૦૨૧ ના રોજ સેવામાંથી વય નિવૃત્ત થશે.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here