દેવગઢ બારિયાની અંતેલા મોડલ સ્કૂલમાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી..

0
14

રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી દેવગઢ બારીયા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતેલા ના મેડિકલ ઓફિસર ડૉ. દિલીપ ગોસાઈ અને ડૉ. જીગ્નેશ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તા
૨૯/૦૯/૨૦૨૧ ને બુધવારના રોજ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા નાની ખજુરી (અંતેલા) દેવગઢબારિયા “વિશ્વ હૃદય દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુલ ૩૬૦ (ધોરણ-૬ થી ૧૨ ની કિશોરીઓ) માટે આ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું
વિશ્વ હૃદય દિવસ ઉજવણી બાબતે ડૉ. જીગ્નેશ ચૌહાણ એમ. ઓ. દ્વારા કિશોર અવસ્થામાં થતી બિન સંચારી રોગો વિશે જેમાં હૃદયરોગની ભારતમાં સ્થિતિ કારણો, સારવાર, બચવાના ઉપાયો વિશે માહિતી આપવામાં આવી. આજરોજ રેણુકાબેન પટેલ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અંતેલા-૨ દ્વારા હ્રદયરોગથી બચવા જરૂરી યોગ કિશોરીઓને શીખવવામાં આવ્યા. ઉપરાંત રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પોષણક્ષમ આહાર, આર્યન ગોળી, માસિક દરમિયાન ની સ્વચ્છતા ઉપર સમજ અપાઇ. સિકલસેલ એનીમિયા અને આંખોની કાળજી વિશે પણ કાઉન્સીલરો દ્વારા સચોટ માહિતી આપવામાં આવી હતી.
આજરોજ શાળાના આચાર્ય શ્રીમતી નયનાકુમારી મુનિયા દ્વારા સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહી સહયોગ આપવામાં આવ્યો હતો.

રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here