દેવગઢબારિયા તાલુકામાં ટિડકી ગામના તલાવમાં ગણેશ વિસર્જન કરાયું.

0
7

જય યોગેશ્વર યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ ને દશ મા દિવસે ટિડકી ગામના ઝાલિયા ફળિયામાં ભજન કિર્તન તથા ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ અને વિસ્તારના મંડળો દ્વારા ગણેશ વિસર્જન કરાયું હતું.આ પ્રસંગે ડીજે અને બેન્ડવાજા સાથે ગણપતિ બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ટીટકી ગામ ના કુંડ ફળિયાના યુવાનો દ્વારા સ્થાપના કરાયેલ ગણપતિજી, ગણપતિ બાપ્પા નું દસ મા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું.કોરોના મહામારી બાદ ખૂબ લાંબા સમય બાદ શોભા યાત્રા કાઢવામાં આવતા લોકો ગરબા અને ડાન્સ સાથે ખૂબ આનંદ ઉમંગ માં જોવા મળ્યા હતા. વાજતે ગાજતે અબીલ ગુલાલ ઉડાડી ગણપતિ બાપા મોરિયા ,અને અગલે બરશ તું જલ્દી આના ના નારા સાથે બાપ્પા ને ટિડકી તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.ગણેશ વિસર્જન બાબતે જય યોગેશ્વર યુવક મંડળ દ્વારા ઉત્તમ સેવા અપાઈ હતી.ટિડકી તળાવ ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની કાળજી લઈને ટિડકી ગામના જય યોગેશ્વર યુવક મંડળ દ્વારા પોતાના યુવાનો તળાવમાં વિસર્જન કરવા જવાબદારી સોંપવામાં આવી હતી. વિસર્જન માટે આવેલ તમામ ગણપતિ બાપ્પાની પ્રતિમાઓનું યુવાનો દ્વારા તળાવના વચ્ચે જઈ વિસર્જન કરાયું હતું.રીપોર્ટ કિરીટભાઈ બારીઆ..સાગટાળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here