દેવગઢબારિયા તાલુકાના અંતેલા ગામે થી અજગર નું રેસ્કયુ કરવામાં આવ્યું

0
13

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના અંતેલા ગામના ડાયરા ફળિયામાં બાબુભાઈ મથુરભાઈ ના ખેતરમાંથી અજગર જોવા મળતા આજુબાજુના ઘરના લોકો બધા ભયભીત થઈ ગયા હતા. એ પછી વન વિભાગના કર્મચારીઓને ફોન કરીને જાણ કરતા તાત્કાલિક વનવિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વનવિભાગ રાઉન્ડ ફોરેસ્ટ ના કર્મચારી હીરનભાઈ.પી.તથા ગુજરાત ફોરેસ્ટ ના કર્મચારી કમલેશભાઈ બી.તથા અન્ય કમૅચારીઓ.સ્થળ પર પહોંચી ભારેરહેમત બાદ ૭.ફૂટ લાંબા અજગર નું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કર્યા બાદ એ અજગરને સહી સલામત દેવગઢબારિયા ના જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો.રિપોર્ટ :- કિરીટભાઈ બારીઆ..સાગટાળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here