દેવગઢબારિયા તાલુકાના અંતેલા ગામમાં રામદેવજી મંદિરે ભગવાન શ્રી રામદેવજીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો

0
3

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના અંતેલા ગામમાં ભાદરવા સુદ દશમને પરંપરાગત છેલ્લા ઘણા વર્ષો થી રામદેવજી નો પ્રગટય દિવસ ઉજવવામાં આવે છે. તો આજે સવારથી રામદેવજી ભક્તો મંદિરે દર્શન કરવા ઉત્સાહથી આવી રહ્યા હતા. અલખધણી ના શ્રી રામદેવજી મંદિર અંતેલા ટ્રસ્ટના બાર જ્યોતિર્લિંગ દર્શન તથા ચાર ધામ ૬૮ જાત્રા તીર્થવાસી પરમપૂજ્ય ગુરૂદેવ મહારાજ શ્રી પ્રેમસિહ કાળુભાઇ પટેલ ના ગુરૂપુત્ર ગુરૂ મહારાજ શ્રી અર્જુનસિંહ પ્રેમસિંહ તથા જ્યોત પ્રકાશિત સંતો, ભકતો, મંડળ દ્વારા રામદેવજીના મંદિરે ભાદરવો સુદ એકમથી ભાદરવા સુદ દસમ સુધી બાબારામદેવજી ના ઉપવાસ રાખે છે તથા સાંજ સવાર આરતી અને થાળ ધરવામાં આવે છે. ભાદરવા સુદ દશમના દિવસે રામદેવબાબા નો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે ભજન કિર્તન તથા ભંડારા નો કાર્યક્રમ પણ કરવામાં આવે છે ત્યારે અંતેલામા આવેલું રામદેવપીર મંદિર ના શ્રી અર્જુનસિંહ મહારાજ દ્વારા પૂજાપાઠ કરવામાં આવે છે જયારે આસપાસના અન્ય ગામ ના લોકો તેમજ સંતો અલખધણી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે આખું અંતેલા ગામ રામદેવપીર ભક્તિમય વાતાવરણ ફેરવાયું હતું.રીપોર્ટ. કિરીટભાઈ બારીઆ..સાગટાળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here