દિવાળી પર્વ આનંદ – ઉલ્લાસ અને સરકારની ગાઇડ લાઇન મુજબ ઉજ્વવા જિલ્લા પોલીસવડા ની અપીલ..

0
4

જિલ્લા વાસીઓને રાત્રે 8 થી 10 નાં સમયમાં ફટાકડા ફોડવા અને સરકાર ની ગાઈડ લાઈન નું પાલન કરવું..

પાટણ તા.30
પાટણ નગરજનો અને જીલ્લાવાસીઓ દિપાવલી નું પર્વ આનંદ – ઉલ્લાસ અને ગુજરાત સરકારની ગાઇડલાઇન મુજબ ઉજવવા માટે જીલ્લા એસ.પી. અક્ષયરાજ મકવાણા દ્વારા સમગ્ર જીલ્લાવાસીઓ ને દિપાવલી ની શુભકામનાઓ સાથે આ પર્વ ઉજવવા એક ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો છે . આગામી દિપાવલીનું પર્વ સૌ કોઇ ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવવાનીસાથે કેટલીક સલામતી રાખે તે માટે જિલ્લા એસ.પી.એ તમામ જીલ્લાવાસીઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ સાથે એક નમ્ર અપીલ કરતા જણાવ્યું છે કે , આગામી દિપાવલીના પર્વમાં સરકારની ગાઇડલાઇન મુજબ સૌ જીલ્લાવાસીઓ રાત્રિના ૮ થી ૧૦ કલાક સુધી જ આતશબાજી કરે અને ખાસ કરીને ચાઇનીઝ તુકકલો ન ઉડાડવા માટે નમ્ર અપીલ કરી છે..તો આ તહેવારમાં નગરજનો કે જીલ્લાવાસીઓ કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરી ભીડ ભાડ ન કરે તેવી પણ અપીલ કરી છે . તેમજ દિપાવલીના વેકેશન દરમ્યાન બહારગામ જતી દરેક વ્યક્તિએ પોતાના ઘર ની સલામતી માટે પોલીસ ને જાણ કરવી જેથી ચોરીના બનાવોને અટકાવી શકાય . તેમજ દિવાળી ના પર્વ માં શહેરી વિસ્તારોમાં ટ્રાફિક ની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે વાહન ચાલકો તેમન વાહનો નિયત પાર્કિગ સ્ટેન્ડો ઉપર પાર્ક કરી પોલીસ ને પૂરતો સહકાર આપે .આમ આગામી દિપાવલી પર્વ સૌ કોઇ શાંતિ – સલામતી અને આનંદ – ઉલ્લાસ સાથે ઉજવે તેવી જીલ્લા એસ.પી. સહિત સમગ્ર પોલીસ પરીવાર દ્વારા સૌ જીલ્લાવાસીઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here