દિલ્હી- જયપુર રોડ ઉપર અકસ્માત, ગુજરાતના ચાર પોલીસકર્મી સહિત 5ના મોત

0
15

BIG BREAKING

દિલ્હી-જયપુર રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત થયો છે.જેમાં ગુજરાતના ચાર પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 લોકોના મોત થયા છે. આ પોલીસ કોન્સ્ટેબલ એક આરોપીને લઇને પરત ભાવનગર આવી રહ્યા હતા. ભાવનગર પોલીસ બેડાના ચાર પોલીસ કોન્સ્ટેબલના અકસ્માતના સમાચાર મળતા અધિકારીઓ જયપુર રવાના થઇ ગયા છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનમાં ગમખ્વાર કાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. દિલ્લી-જયપુર રોડ પર શાહપુરા નજીક એક મોઘીદાટ કારમાં સવાર આરોપી અને ગુજરાત પોલીસના ચાર કર્મીઓને ગતમોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. દિલ્લીથી ગુજરાત આવી રહેલી કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર વૃક્ષ સાથે અથડાઈ હતી. જેના કારણે ગુજરાત પોલીસના 4 જવાન અને 1 આરોપીનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે પોલીસ જવાનો એક આરોપીને દિલ્લીથી ગુજરાત લાવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની છે. મૃતક પોલીસ કર્મીઓના નામ 1. ભીખુભાઈ બુકેરા, કોન્સ્ટેબલ. 2. શક્તિસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ. 3. મનસુખ બાલધીયા, કોન્સ્ટેબલ. 4. ઈરફાન અગવાન , કોન્સ્ટેબલ જાણવા મળેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here