દિયોદર તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

0
2

દેશ માટે બલિદાન આપનાર વીર સપૂતોને સ્મૃતિ વંદના

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાજ્ય અને દેશમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં દિયોદર તાલુકાના દરેક ગામમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ૧૮ ઓગષ્ટના દિવસે દિયોદર ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ શહીદ વીરોનાં સ્મારકને ફૂલ ચડાવી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ સાથે શહીદ વીરોનાં પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ થકી ગામે ગામથી માટી એકત્રિત કરી રાજધાની દિલ્હી ખાતે મોકલવામાં આવશે અને આવનાર સમયમાં દિલ્હી ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ,મામલતદાર એમ.ડી.ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી એમ.ડી.દવે,વનરાજસિંહ વાઘેલા,પી.એસ.આઈ દિયોદર સહિત પોલીસ સ્ટાફ, તાલુકા પંચાયતનો સ્ટાફ,સરપંચો,આગેવાનો,તાલુકા સંકલનના અધિકારી ગણ,ગામડાઓમાંથી આવેલા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અંતમાં ધ્વજ વંદન અને રાષ્ટ્ર ગાન અને વસુધા વંદન કાર્યક્રમ સાથે પ્રોગ્રામ નુ સમાપન કરવામાં આવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here