દિયોદર તાલુકા જય ભીમ એકતા મંડળ દ્વારા કોરોના (કોવિડ 19) મહામારી માં દર્દીઓને ને ઓક્સિજન સિલિન્ડર અને હોસ્પિટલાઈઝેશન માટે માનવ સેવા માટે નું ઉમદા કાર્ય…..

0
51
દિયોદર તાલુકા જય ભીમ એકતા મંડળ દ્વારા કોરોના (કોવિડ 19) મહામારી માં દર્દીઓને ને ઓક્સિજન સિલિન્ડર અને હોસ્પિટલાઈઝેશન માટે માનવ સેવા માટે નું ઉમદા કાર્ય…..
કોરોના વાયરસ સંક્રમણ ની બીજી લહેર દેશમાં હાહાકાર મચાવી રહી છે. ત્યારે માનવતાવાદી વિચારધારાને ને વરેલા કાર્યકરો દર્દીઓને બચાવવા સતત પ્રયત્નશીલ રહ્યા છે. દિયોદર તાલુકામાં 20 એપ્રિલ થી જય ભીમ એકતા મંડળ ના કાર્યકરો દ્વારા કોરોના મહામારી માં દર્દીઓને સમયસર સારવાર મળે અને મનોબળ મજબૂત રહે એ માટે સક્રિય થઈ કાર્ય કરી રહ્યા છે. આ માટે શ્રી સેધાભાઈ પરમાર – સામાજિક કાર્યકર (રવેલ)ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ એક ટીમ નું ગઠન કરી દર્દીઓ ની સેવામાં લાગી ગયા છે. માનવ સેવા માટે સતત પ્રયત્નશીલ એવા ડૉ. નીતિનભાઈ છત્રાલીયા (આરાધ્ય હોસ્પિટલ પાટણ) નું માર્ગદર્શન લઈ ટીમ ના સભ્યો આગળ વધી રહ્યા છે. કાર્યમાં રાત દિવસ પોતાની જાત અને પરિવાર ની ચિંતા કર્યા વગર મહેનત કરતા શ્રી સેધાભાઈ પરમાર (રવેલ), શ્રી ભરતભાઈ છત્રાલીયા (જસાલી), મંડળના પ્રમુખ શ્રી શંકરભાઈ સોલંકી, શ્રી માનાભાઈ પરમાર (ચામુંડા રોડલાઈન ડીસા), મુકેશભાઈ લાખણીયા (સુરાણા), રણછોડભાઈ ચૌહાણ (રાંટીલા), ભવનભાઈ પરમાર (કોટડા -દિ), જ્યંતિભાઈ પરમાર (ગિરનારી), દિનેશભાઈ વણકર (ચામુંડા સાયકલ સ્ટોર્સ), અશોકભાઈ સોલંકી (ડુચકવાડા), જેસલભાઈ પરમાર (લુદરા), કાંકરેજ ભીમ સેનાના પ્રમુખ શ્રી ભેમજીભાઈ બુકોલીયા વગેરે દ્વારા પણ ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરાવી દર્દી સુધી પહોંચાડી રહ્યા છે. શ્રી સોમાભાઈ પરમાર (પાઈપલાઈન કોન્ટ્રાકટર) દ્વારા સતત એમની ઇકો વાહન સિલિન્ડર રિફિલ કરાવવા અને દર્દીઓની દવાખાને દાખલ કરાવવા સેવા આપી રહ્યા છે. આ મહામારી સામે પહોંચી વળવા દિયોદર, ભાભર, કાંકેરજ, ડીસા, અને લાખણી વિસ્તાર ના દર્દીઓને મદદરૂપ થયા છે. દર્દીઓ સાથે કોવિડ હોસ્પિટલ મુલાકાત અને પ્રાણવાયુ પૂરો પાડવા સમાજના દાતાઓએ પણ યથાશક્તિ સહયોગ આપી કાર્યરત ટીમ અને દર્દીઓની લાગણીઓ માં સહભાગી થઈ અવિરત સેવા નિભાવી રહયા છે…
અહેવાલ : વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here