દાહોદ સીંગવડ ના હાંડી ગામેથી ખેતરમાં ઉગાડેલ ૨.૭૪ કરોડ ની કિંમત ના લીલા ગાંજા ના છોડ ઝડપી પાડતી એસઓજી

0
31

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા ના હાંડી ખાતે ૨.૭૪ કરોડની ગાંજા ની ખેતી મળી આવતા સમગ્ર જિલ્લા માં ખળભળાટ માછી ગયો હતો. લગભગ ઇતિહાસ માં પ્રથમ વખત કરોડો રૂપિયા ની ગાંજા ની ખેતી ઝડપી પાડવામાં એસ ઓ જી શાખા ને સફળતા મળી છે. મળતી માહિતી અનુસાર  દાહોદ એસઓજી શાખાને બાતમી મળી હતી કે સીંગવડ તાલુકાનાં હાંડી ખાતે ખેતર માં ગાંજા ના છોડ ઉગાડવામાં આવ્યાં છે. માહિતિ મળતાં એસઓજી એ વિસ્તારમાં તપાસ કરી એસઓજી ની ટીમે હાંડી ખાતે રેડ કરતાં કપાસ ના ત્રણ ખેતર માં કપાસ ની સાથે સાથે ગાંજા ના છોડ મળી આવ્યા હતા. એ લીલા છોડ ની એફએસએલ પરીક્ષણ કરતાં આ છોડ ગાંજા ના જ હોવાનું સાબિત થતાં સ્થાનિક પોલીસ અને જીઆરડી જવાનો એ મળી  ત્રણ ખેતર માથી ગાંજા ના લીલા છોડ ઉપાડવાની કામગીરી શરૂ કરી હતી. ૩૬ કલાક થી વધુ સમય ચાલેલા આ ઓપરેશન માં ૨.૭૪ કરોડ ની કિંમતના ૨૭૪૫ કિલો લીલા ગાંજા ના છોડ મળી આવ્યા હતા. પોલીસે હાંડી ગામના વિક્રમ મછાર, હીમત મછાર અને સરતન મછાર વિરુધ્ધ ફરિયાદ નોધી વિક્રમ મછાર ની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ ફરાર બે આરોપી ની ધરપકડ ના ચક્રો ગતિમાન કરી આ ગાંજા નો જથ્થો ક્યાં પહોચાડવા માં આવતો હતો અને આ કેસ માં અન્ય કોની કોની સંડોવણી છે તે દિશા માં પોલીસે તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here