દાહોદ જીલ્લાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં વર્તમાનપત્રોનો ઉપયોગ બાળકોની શૈક્ષણિક ગુણવત્તા વધારવામાં કરવા બાબતનું ઇનોવેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું.

0
12


તારીખ ૨,૩,૪ ફેબ્રુઆરી ૨૦૨૨ દરમ્યાન જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ ખાતે જીલ્લા કક્ષાનો સાતમો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ યોજાઈ ગયો. જેમાં કુલ ૪૯ ઇનોવેટીવ શિક્ષકો દ્વારા ઇનોવેશન રજુ કરવામાં આવ્યા હતા.માળ ફળિયા વર્ગ બોઘડવા પ્રા.શાળાના આચાર્ય ભારતસિંહ રાઠવા દ્વારા એવો નવતર પ્રયોગ કરવામાં આવ્યો કે શાળા કક્ષાએ આવતા વર્તમાન પત્રોની પસ્તીને વેચવાના બદલે તેમાં આવતી જુદી જુદી બાબતોનું કટિંગ કરી તેને લેમીનેશન કરી તૈયાર થયેલ કાર્ડનો ઉપયોગ બાળકોની શૈક્ષણિક ગુણવત્તામાં કરવી.ખરેખર એક અદ્ભુત વિચાર.મોટા ભાગની શાળાઓમાં વર્તમાન પત્ર આવતું જ હોઈ છે ત્યારે આ વર્તમાન પત્રોની પસ્તીને છેલ્લે વેચી દેવામાં આવે છે.પરંતુ આજના વર્તમાન પેપરો એ એક શિક્ષક જેટલી ગરજ સારે છે.વર્તમાન પેપરોમાં આવતી બાળવાર્તા,ટપકા જોડી ચિત્ર પૂરું કરો,ચિત્રમાં રંગ પૂરો,બે ચિત્રમાં તફાવત શોધો,શબ્દો શોધો,આડી ઉભી ચાવી ભરો,જોક્સ, ઉખાણા,બાળગીત,સ્વાસ્થ્ય અને આરોગ્ય, કુદરતી અમે માનવ સર્જિત સંસાધનો,દેશ અને દુનિયાની બેસ્ટ ફોટોગ્રાફી,દેશ માટે વિશેષ યોગદાન આપનાર મહાનુભવોના સમાચાર,સ્પોર્ટ્સ કોર્નર,સાયન્સ કોર્નર,પ્રેરણાત્મક લેખો,જુદા જુદા તહેવારોની ઉજવણી,જુદા જુદા ધાર્મિક સ્થળો તથા કવિતા કોર્નર જેવી શિક્ષણમાં ખુબ ઉપયોગી બાબતો વર્તમાન પત્રોમાં આવતી હોય છે.માળ ફળિયા વર્ગ બોઘડવાના આચાર્ય ભારતસિંહ બાદરસિંહ રાઠવાએ આ તમામ બાબતોનું કટિંગ કરી તેને લેમીનેશન કરી તૈયાર થયેલ કાર્ડ બાળકોને ભણવા માટે આપ્યા.જરૂરિયાત મુજબનું કટિંગ થઇ ગયા બાદ છેલ્લે બચેલા વર્તમાનપત્ર માંથી સાદા શબ્દોથી લઈને જોડાક્ષરો સુધીના શબ્દોનું કટિંગ બાળકો કરે છેઅને કટિંગ કરેલ શબ્દો કાગળ ઉપર ચોટાડીને તેને લેમીનેશન કરીને તેનો ઉપયોગ ધોરણ એક –બેના બાળકો વાંચનમાં કરે છે.જયારે ધોરણ ત્રણથી પાંચના વાંચનમાં નબળા બાળકો પણ આ શબ્દ કાર્ડનો ઉપયોગ વાંચન માં કરે છે.શાળા કક્ષાયે આજે ૨૦૦ જેટલા શબ્દ કાર્ડ ઉપલબ્ધ છે.પરિણામે વાંચનમાં પ્રિય બાળકોની સંખ્યા નહીવત છે. જયારે જયારે બાળક ભણવાની બાબતથી કંટાળો અનુભવે ત્યારે ત્યારે બાળકોને વર્તમાન પત્રોમાંથી તૈયાર કરેલ કાર્ડ આપવામાં આવે છે અને બાળક અન્ય બાળકની મદદથી અથવા બાળક પોતે પોતાની રીતે નવું નવું શીખે છે.ટપકા જોડીને ચિત્ર પૂરું કરવું,રસ્તો શોધો જેવી રમતોથી બાળકોમાં એકાગ્રતા આવેલ છે.રંગપુરો,શબ્દો શોધો જેવી બાબતોથી બાળકોની સર્જનાત્મક શક્તિનો વધારો થયેલ છે.આડી ઉભી ચાવી ભરો તથા શબ્દો શોધો જેવી રમતોથી બાળકોના શબ્દભંડોળમાં વધારો થયેલ છે.વાર્તા, જોક્સ,ઉખાણા અને બાળગીત દ્વારા બાળકોની મૌખિક અભિવ્યક્તિમાં વિકાસ થયેલ છે.દેશ અને દુનિયાની બેસ્ટ ફોટોગ્રાફી થકી બાળકો મોબાઇલમાં ફોટોગ્રાફી અને વિડીઓ ગ્રાફી કરતા થયા છે.સાથે સાથે ચિત્ર વર્ણન ને પોતાના વિચારોથી રજુ કરતા થયા છે. બાળકના આ મૌલિક વિચારોને લેખન તરફ લઇ જવામાં આવતા બાળકો સુંદર ચિત્ર વર્ણન કરી શકે છે.જુદા જુધા કુદરતી અમે માનવ સર્જિત સંસાધનોને ઓળખતા થયા છે તથા તેની જાળવણી બાબતે પણ બાળકોમાં જ્ઞાન આવેલ છે.દેશ પ્રેમને લગતી બાબતોના કટિંગ થી બાળકોમાં દેશપ્રેમની ભાવનામાં વધારો જોવા મળેલ છે.આયુર્વેદ તથા સ્વાસ્થ્ય ને લગતા કટિંગ થી બાળકો પોતાની આસપાસ મળતી આયુર્વેદ દવાથી જાણકાર બનેલ છે.સ્પોર્ટ્સ કોર્નર થકી બાળકો જુદા જુદા ખેલાડીઓ તથા જુદી જુદી રમતો વિશે જાણકાર બનેલ છે.જુધા જુધા લેખો તથા વ્યક્તિ વિશેષના કાર્ડ થકી બાળકોના સામાન્ય જ્ઞાનમાં ખુબ વધારો જોવા મળેલ છે.આમ વર્તમાન પત્રોને પસ્તીમાં આપવાની જગ્યાએ આ પસ્તીની સારી બાબતો બાળક સુધી પહોચે તો બાળકના સર્વાંગી વિકાસમાં તેનો ખુબ મોટો રોલ બની શકે છે.
અન્ય શાળાઓ અને સારસ્વત બંધુઓ માટે પ્રેરણારૂપ બનેલ આ શાળાના ઇનોવેટીવ આચાર્ય ભારતસિંહ રાઠવાને દિવ્યભાસ્કર,સંદેશ,ગુજરાતસમાચાર તથા બનાસ ગૌરવના તંત્રી સ્થાનેથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે.અન્ય શાળાઓ પણ પોતાની શાળામાં આવતા વર્તમાનપત્રો નો ઉપયોગ શાળા વિકાસમાં કરશે એવી વિનંતી કરી છે.ઇનોવેશન માં વેસ્ટમાંથી બેસ્ટ કૃતિ રજુ કરવા બદલ ડાયટ પ્રાચાર્ય રાજ્શાખા સાહેબ,ઇનોવેશન સેલના કન્વીનર રોઝલીન મેડમ તથા મુકેશ ડામોર સાહેબ, ધસ્નપુર તાલુકા લાયઝન અધિકારી આરકે પટેલ સાહેબ તથા સમસ્ત ડાયટ પરિવાર,ટીપીઈઓશ્રી ધાનપુર, બીઆરસી કો ઓ ધાનપુર,સીઆરસી કો ઓ નાકટી તરફથી પણ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here