દાહોદ, તા. ૨૧ : દાહોદની નવજીવન ગર્લ્સ હાઇસ્કુલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, દાહોદ દ્વારા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે કસુંબીનો રંગ ઉત્સવ-૨૦૨૧ અન્વયે જિલ્લા કક્ષાની શોર્યગીત અને લોકગીત સ્પર્ધા યોજવામાં આવી હતી.આ સ્પર્ધામાં દાહોદ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી કુલ ૩૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. જેમાં દાહોદમાંથી ૧૨, ઝાલોદમાંથી ૫, સંજેલીમાંથી ૩, દેવગઢ બારીયામાંથી ૫ અને લીમખેડામાંથી ૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધક વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કાજલબેન દવે દ્વારા અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. રિપોર્ટ:દિપક લબાના..દાહોદ