દાહોદ જિલ્લામાં ટીબીના કેસો શોધવા માટે ખાસ સર્વે હાથ ધરાશે

0
9

ભા૨ત સ૨કા૨ના ટીબીમુકત ભારત ૨૦૨૫ અન્વયે ટીબી મુક્ત ગુજરાત અભિયાન ૨૦૨૨ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજયમાં તા.૧૬/૦૯/૨૦૨૧ થી ૩૧/૧૦/૨૦૨૧ સુધી ૪૫ દિવસ માટે ટીબીના કેસ શોધવા માટે એકટીવ કેસ ફાઈન્ડીંગ સર્વે કરવામાં આવશે.જે અંતર્ગત અત્રેના દાહોદ જીલ્લામાં કલેકટ૨ ડો. હર્ષિત ગોસાવી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમાર અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. સી. ડી. પટેલના માર્ગદર્શન હેઠળ માઈક્રોપ્લાનિંગ તૈયાર કરી આરોગ્ય વિભાગની વિવિધ ટીમો, આશા બહેનો, આરોગ્ય વર્કર ભાઈઓ અને બહેનો દ્વારા તમામ ઘ૨ની મુલાકાત લઈ ટીબી રોગના લક્ષણો જેવા કે, બે અઠવાડીયા કરતા વધુ સમયની ખાંસી, સાંજના સમયે ઝીણો તાવ આવવો, રાત્રે ૫૨સેવો થવો, ભુખ ન લાગવી, વજનમાં ઘટાડો થવો જેવા લક્ષણો વિશે પુછપ૨છ ક૨શે અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને નજીકના સામુહિક/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સ૨કારી હોસ્પિટલમાં વધુ નિદાન માટે મોકલવામાં આવશે. જો તે શંકાસ્પદ દર્દીને સધન તપાસ બાદ ટીબીનો રોગ માલુમ પડશે તો તેની સંપુર્ણ સા૨વા૨ ઘરે બેઠા વિનામૂલ્યે ક૨વામાં આવશે.આ સર્વે દ૨મ્યાન આપના ઘરે આવતા આશા બહેનો અને આરોગ્ય વર્કર ભાઈ-બહેનોને સહકા૨ આપવા તેમજ ધ૨ના સભ્યોની તેમજ સામાજીક સુખાકારી અને ટીબી નિર્મુલન માટે સંપુર્ણ વિગતો સાચી આપવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સૌને અપીલ ક૨વામાં આવે છે. તેમ જિલ્લા ક્ષય અધિકારી, દાહોદની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ ..દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here