દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ ક્ષેત્રે વધુ એક સિમાચિહ્ન, ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ

0
9

કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખથી વધુ, ૯૩.૩૮ ટકા લોકોને રસીકરણ

દાહોદ, તા. ૨૭ : દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ ક્ષેત્રે વધુ એક સિમાચિહ્ન સર કર્યું છે. દાહોદ જિલ્લાના ૬૯૬ ગામોમાંથી ૫૯૬ ગામો ૧૦૦ ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થતાં કોરોનાથી સુરક્ષિત બન્યા છે. જિલ્લામાં કોરોના વેક્સિન લેનારાની કુલ ટકાવારી જોઇએ તો ૯૩.૯૮ ટકા થઇ છે. દાહોદ જિલ્લામાં કોરોના વેક્સિન માટે લાયક કુલ ૧૫,૩૭,૭૩૭ લોકોમાંથી ૧૪,૪૫,૨૧૫ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. જયારે ૪,૯૪,૦૨૧ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
જિલ્લાનાં જે ગામોમાં કોરોના વેક્સિનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઇ છે તેની વિગતો જોઇએ તો દાહોદનાં ૮૬, ગરબાડાના ૩૩, ધાનપુરનાં ૬૦, દેવગઢ બારીયાનાં ૭૫, ફતેપુરના ૫૨, લીમખેડાના ૮૧, સીંગવડનાં ૬૫, ઝાલોદનાં ૮૯, સંજેલીના ૫૫ ગામોમાં વેક્સિનને લાયક નાગરિકોને વેક્સિન આપી દેવામાં આવી છે.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here