દાહોદ જિલ્લામાં કોરોના નો રાફડો ફાટયો, જિલ્લામાં કુલ કોરોના એક્ટિવ કેસોની સંખ્યા ૪૧ થઈ

0
3

સમગ્ર દુનિયા કોરોનાની મહામારી થી ઝઝૂમી રહી હતી ત્યારે ધીરે ધીરે કોરોના કેસોની સંખ્યા ઓછી થઈ અને જાણે કે કોરોના હવે ખતમ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું ત્યારે અચાનક ફરીથી કોરોના ના કેસો માં ધરકમ વધારો થઇ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ દિનપ્રતિદિન કોરોના ના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ૫ જાન્યુઆરી ના રોજ દાહોદ જિલ્લામાં ૧૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા અને આજે ફરી ૬ જાન્યુઆરીના રોજ એક સાથે ૧૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા દાહોદ જિલ્લામાં કોરોના નો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે દાહોદ જિલ્લામાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા ૪૧ થઈ છે. આ કોરોના મહામારી થી બચવા માટે બધા જ લોકો સરકાર શ્રી ની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરે એ જરૂરી છે.

રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here