દાહોદ જિલ્લામાં આગામી તા. ૮ સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે

0
9


નશાબંધી અને આબકારી ખાતા દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તમામ જિલ્લાઓમાં તા.૦૨/૧૦/૨૦૨૧ થી તા.૦૮/૧૦/૨૦૨૧ સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. જે મિત્તે દાહોદ જિલ્લાનાં વિવિધ સ્થળોએ પણ નશાબંધી પ્રચારની ઝુંબેશરૂપે અનેકવિધ કાર્યમાં ધનાર છે. આપણું ગુજરાત રાજ્ય નશાબંધીની નીતિને વરેલું છે. આજે રાજ્યની પ્રગતિ અને ખુશાલી આ નશાબંધીની નીતિને આભારી છે. નશામુક્ત સમાજ રાજ્યની અને દેશની પ્રતિ માટે એક પાયાની જરૂરિયાત છે. તંદુરસ્ત અને વ્યસનમુક્ત યુવા ધન થકી જ આપણે આપણા રાષ્ટ્રની પ્રગતિ કરી શકીશું. તો આ નશાબંધી સપ્તાહ ૨૦૨૧ની ઉજવણી નિમિત્તે આવે આપણે આપણા સમાજ, રાજ્ય અને રાષ્ટ્રને વ્યસનમુક્ત બનાવવાની દ્રઢ સંકલ્પ લઈએ, અને આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના નશામુક્ત સમાજના સ્વપ્નને સાકાર કરવા અપીલ નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here