દાહોદ જિલ્લાની મહિલાઓ માટે મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા વિવિધ કોર્ષ કરવાની સૂર્વણ તક

0
7

આદિવાસી મહિલાઓ માટેના આ નિ:શુલ્ક કોર્ષ કોઇ પણ ઉંમરની મહિલાઓ કરી શકશે

દાહોદ જિલ્લાની મહિલાઓ માટે મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા વિવિધ કોર્ષ કરવાની સૂર્વણ તક છે. ખાસ કરીને રાજ્ય સરકારે તેમાં વયમર્યાદામાં મુક્તિ આપી છે તેમજ આ કોર્ષ સંપૂર્ણ નિશુ:લ્ક કરવામાં આવ્યા છે ત્યારે જિલ્લાની મહિલાઓએ નવા કૌશલ્ય શીખીને આત્મનિર્ભર થવા માટે આ કોર્ષમાં જરૂરથી જોડાવું જોઇએ.
વિગતે વાત કરીએ તો મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે કારીગર તાલીમ યોજના અંતર્ગત ચાલતા વ્યવસાય-ટ્રેડમાં ફકત મહિલાઓ અને ટ્રાઇબલ બેઠકો મેરીટના ધોરણે ભરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પ્રવેશ મેળવવા ઇચ્છતી તમામ મહિલાઓને ટયુશન ફી તેમજ વયમર્યાદામાં મુક્તિ આપવામાં આવી છે.
સંસ્થા ખાતે ઉપલબ્ધ કોર્ષમાં વેલ્ડર, ડીટીપીઓ, સુઇંગ ટેકનોલોજી- સિવણ, કટીગ એન્ડ સુઈંગ, બેઝિક કોસ્મોલોજી – બ્યુટીપાર્લર, બ્યુટીશીયન, ફેશન ડિઝાઇનીંગ ટેકનોલોજી-સિવણ, ફેશન ડિઝાઇન, ઇલેક્ટ્રીશિયન, ફિટર જેવા કોર્ષમાં એક વર્ષથી ૨ વર્ષ સુધીની તાલીમ આપવામાં આવશે. તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ ૮ થી ધોરણ ૧૦ પાસની છે. મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ જિલ્લાની મહિલાઓને આ તકનો લાભ લેવા જણાવ્યું છે.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here