
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત શિક્ષાવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજી ની જન્મજયંતી ( શિક્ષક દિવસ) નિમિત્તે દાહોદ જિલ્લા દ્વારા” શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું જે પ્રસંગમાં અધ્યક્ષ સ્થાને માનનીય મંત્રી શ્રીમાન બચુભાઈ ખાબડ સાહેબ, સાંસદ શ્રીમાન જશવંતસિંહ ભાભોર સાહેબ, દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા સાહેબ, લીમખેડા ના ધારાસભ્ય શ્રીમાન શૈલેષભાઈ ભાભોર સાહેબ , દાહોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલ સાહેબ, દાહોદ જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ શ્રીમાન સરતન ભાઈ સાહેબ.શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીપ્રફુલભાઈ ડામોર સાહેબ, દાહોદ ભાજપા ના મહામંત્રીશ્રી, પદાધિકારીશ્રી ઓ દાહોદ જિલ્લા સમાહૅતા કલેકટર સાહેબશ્રી તથા ડી.ડી.ઓ સાહેબશ્રી ની હાજરીમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં પીપલોદ પગારકેન્દ્રની પંચેલા પ્રા.શાળાના આ.શિક્ષક શ્રી જયપ્રકાશ ભાઈલાલભાઈ પટેલ ને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યા.
રિપોર્ટ:- જીજ્ઞેશ પટેલ