દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના તોયણી હાઈસ્કૂલમાં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી.

0
3

૫ મી સપ્ટેમ્બર ડૉ.રાધાકૃષ્ણ સર્વપલ્લી નો જન્મદિવસ ભારત દેશમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે. તેના ભાગરૂપે તારીખ:- ૦૯/૦૯/૨૦૨૧ ના રોજ એમ આર પટેલ વિદ્યાલય તોયણી માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના શુભ આશય માટે શાળામાં શિક્ષક દિનની ઉજવણી થઈ.વિદ્યાર્થીઓમાં રહેલી શુષુપ્ત શક્તિઓને બહાર લાવવાની આ એક વિદ્યાર્થીકાળ ની ઉમદા તક હતી.સ્વશાસન દ્વારા વિદ્યાર્થીઓમાં અનુશાસન, શિસ્ત,નિયમિતતા અને એક સારુ નેતૃત્વ પ્રદાન કરવાની પ્રવૃત્તિ છે. જેમાં શાળાના ૯થી ૧૨ના કુલ ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.તેઓએ આચાર્યશ્રી,વિષય શિક્ષકો,ક્લાર્ક તેમજ સેવક તરીકે વિભિન્ન વિદ્યાર્થીઓએ પોતાની ફરજ ખૂબ સારી રીતે બજાવી.આમ શાળામાં શિસ્ત અને હર્ષોલ્લાસ સાથે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટ:-જીજ્ઞેશ પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here